શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતના આ શહેરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, ગુજરાતના બીજા કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 186 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મન મુકીને મેઘરાજા વરસ્યા હતાં.

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 186 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મન મુકીને મેઘરાજા વરસ્યા હતાં. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં ખાબક્યો હતો. ઉમરપાડામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જ્યારે કચ્છના અંજારમાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા હતાં. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા સુરતના ઉમરપાડામાં 127 મીમી કચ્છના અંજારમાં 102 મીમી કચ્છના ભુજ 86 મીમી મોરબીમાં 85 મીમી સુરેન્દ્રનગરના દસાડા 81 મીમી રાજકોટના લોધીકા 80 મીમી બનાસકાંઠાના દાંતામાં 76 મીમી બનાસકાંઠાના દાંતીવાડામાં 67 મીમી મહેસાણાના સતલાસણામાં 59 મીમી રાજકોટમાં 55 મીમી વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં 57 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. તો 98 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 81.42 ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના 20 ડેમમાં 43.39 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29.13 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.43 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.99 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.. આજે સાબરકાંઠા, અરવલ્લી પાટણ, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેંદ્રનગર, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.
વધુ વાંચો





















