શોધખોળ કરો
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયાં પડી શકે છે ભારે વરસાદ ?
રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગાંધીનગર: રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22 તારીખે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 83 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદની આગાહીના પગલે 48 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 19 ઓગસ્ટે પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, જામનગર, પોરબંદર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી. 20 ઓગસ્ટે દમણ, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચો





















