શોધખોળ કરો

વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? જાણો

વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતાં. અમરેલી પંથકને ફરી એક વખત મેઘરાજાએ તરબતર કરી દીધો હતો.

વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતાં. અમરેલી પંથકને ફરી એક વખત મેઘરાજાએ તરબતર કરી દીધો હતો. જિલ્લાના ધારી, ખાંભા, બગસરા અને સાવરકુંડલા તેમજ દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે શહેરોના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા તો જંગલ વિસ્તારમાં અનેક નદીઓ ફરી બે કાંઠે વહેતી થઇ હતી. ગ્રામ્ય વિસ્તારમાં પડેલા આ વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા તેમના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને એકથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. રાજુલા શહેર અને પીપાવાવ પોર્ટ, છતડિયા, ભેરાઈ, કાતર, જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, લોઠપુર, ભાકોદર, દુધાળા, વાંઢ, ખાંભાના ડેડાણ, ત્રાકુડા, ભાવરડી, નીંગાળા, જામકા, મોટા બારમણ સહિતના ગામોમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ગત મોડી રાતે ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર નજીકના સિદસર, અઘેવાડા, રૂવા સહિતનાં ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. આ સિવાય શહેરના સુભાષનગરમાં આવેલા મંદિરના ઘુમ્મટ પર વીજળી પડી હતી. જોકે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી. રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થયો હતો. તાલાલાના ગ્રામ્ય વિસ્તારો સુરવા, ધાવા, માધુપુર, જામ્બુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુરમાં આભ ફાટ્યા હોય તેવી જેવી સ્થિતિ સર્જાઈ હતી. 2 કલાકમાં 4 ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા તો 2 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થતાં હરિપર કલ્યાણપુરને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સિવાય કચ્છમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ભિલોડા અને વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે બનાસકાંઠામાં ભારે પવન સાથે પાલનપુર, ડીસા ,વાવ, થરાદ અને અમીરગઢમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget