શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 5 દિવસ પડી શકે છે ભારે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સરેરાશ સિઝનનો 108 ટકા વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી, વલસાડ,પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સરેરાશ સિઝનનો 108 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમા 105 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 116 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમા 100 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 88 ટકા વરસાદ અને કચ્છમાં 138 ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ છે. રાજકોટમા સીઝનનો 54 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે બપોર બાદ રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે બે સિસ્ટકમ સક્રિય થતા રાજયમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement