શોધખોળ કરો
Advertisement
મોડી સાંજે સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ, કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત
મોડી સાંજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
અરવલ્લી/ સાબરકાંઠા: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી સાંજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હિંમતનગરમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે અરવલ્લીના બાયડ અને માલપુરમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે ઉકળાટ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
મોડી સાંજે સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જેના કારણે નીચાણવાણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જેને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોડી સાંજે પડેલા ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
સાબરકાંઠા જિલ્લાની વિગતવાર વાત કરવામાં આવે તો, મોડી સાંજે હિંમતનગરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે નેશનલ હાઈવે 8 પર પર મોતીપુરા સર્કલ પાસે રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. મોડી સાંજે હિંમતનગર, વિજયનગર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.
અરવલ્લી જિલ્લાની વિગતવાર વાત કરવામાં આવે તો, મોડી સાંજે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મોડાસા, માલપુર અને બાયડમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ભિલોડા અને ધનસુરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મેઘરજમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ વરસતાં ખેડૂતો ખેતી કામમાં જોતારાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement