શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યા ધમાકેદાર વરસાદ ખાબક્યો? જાણો વરસાદના લેટેસ્ટ આંકડા
સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ ઉતર મધ્યપ્રદેશ નજીક સક્રિય થઈ છે. જ્યારે બીજી સિસ્ટમ મધ્ય રાજસ્થાન ઉપર સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ ઉતર મધ્યપ્રદેશ નજીક સક્રિય થઈ છે. જ્યારે બીજી સિસ્ટમ મધ્ય રાજસ્થાન ઉપર સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે.
આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત, ડાંગ, વલસાડ, રાજકોટ, ભાવનગરમાં ભારે વરસાદ થી શકે છે જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. અરવલ્લીના ભિલોડા, બાયડ, માલપુરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. મોડી રાતે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરમાં વહેલી સવારે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીનામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.
અરવલ્લી અને સાબરકાંઠના તાલુકાઓમાં મોડી રાતે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ થતાં બે કલાકમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જોધપુર, સેટેલાઈટ, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભિલોડા, બાયડ, માલપુરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદર-3 ઈંચ, કોટડા સાંગાણી-3 ઇંચ, સુરત-3 ઇંચ, ઉમરાળા-2.5 ઇંચ, મોરબી-2.5 ઇંચ, ઉમરપાડા-2.5 ઇંચ, અમરેલી-2 ઇંચ, દ્વારકા-2 ઇંચ, ભાવનગર- 2 ઇંચ, માંગરોળ-2 ઇંચ, રાજકોટ-2 ઇંચ, ગોગા-2 ઇંચ, કચ્છ-1.5 ઇંચ અને વડોદરા-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement