શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી? કયા-કયા રાજ્યો કરાયા એલર્ટ? જાણો વિગત
એરસાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ખાબકશે. ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે.
એરસાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ખાબકશે. ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશન છેલ્લા બે-ત્રણ દિવસથી સારો વરસાદ વરસાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, સેલવાસમાં સારો વરસાડ પડ્યો છે.
હવામાન વિભાગના આગાહી મુજબ ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દિલ્હી, હરિયાણામાં 24 કલાકમાં ચોમાસું બેસશે.
હવામાન વિભાગે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કર્ણાટક, તમિલનાડુમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement