શોધખોળ કરો

Gujarat Rain: રાજકોટ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,   દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગાણી 24 કલાક ચાર જિલ્લા માટે હજુ પણ ભારે રહેશે.  રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,   દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.   વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.  વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

Gujarat Rain: રાજકોટ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.  દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.  

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, ભાવનગર અને  દેવભૂમિ દ્વારકામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે.   આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  

સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.  બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં છૂટા છવાયા ભારે વરસાદની આગાહી છે.  બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.  

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સોમવારે ઉત્તર ગુજરાતના  બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની સંભાવના છે.  સોમવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી અમદાવાદ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.  

દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

25 જુલાઈના મંગળવારે  દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.   નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મંગળવારે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Embed widget