શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર! હવામાન વિભાગે કરી આ મોટી આગાહી
મધ્યપ્રદેશ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ હતુ. જેના કારણે એક દિવસ ગુજરાતના વાતાવરણમા પલટો આવ્યો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં 31 ડિસેમ્બરે ઠંડીમાં વધારો ધવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે. જેમાં રાજ્યભરમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો પારો વધુ ગગડતો જોવા મળશે. તો પોરબંદર, રાજકોટ, અમરેલી, વડોદરા અને અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધશે. આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
મધ્યપ્રદેશ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ હતુ. જેના કારણે એક દિવસ ગુજરાતના વાતાવરણમા પલટો આવ્યો હતો. પરંતુ સિસ્ટમ નબળ પડી જતાની સાથે ઠંડીનુ જોર વધશે. ઉતરપૂર્વના પવનો ફુકાશે. જેના કારણે ઉતરભારતની ઠંડીની અસર ગુજરાતમાં થશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે.
અત્યાર સુધીમાં ભુજ, ડિસા, પોરબંદર સહિતના શહેરોના લઘુતમ તાપમાને રેકોર્ડ તોડ્યો છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં ઠંડી નથી પડી તેવી ચાલુ વર્ષે ઠંડી પડી છે. સામાન્ય રીતે દરિયા કિનારાનુ તાપમાન યથાવત રહેતુ હોય છે પરંતુ પોરબંદરના લઘુતમ તાપમાને 5 વર્ષ રેકોર્ડ તોડ્યો છે. તો ભુજનુ લઘુતમ તાપમાને પણ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
રાજ્યમાં આજે સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ છે નલિયાનુ તાપમાન 6 ડિગ્રી નોંધાયુ છે. તો પોરબંદરનુ લઘુતમ તાપમાન 9 ડિગ્રી અને ભુજનુ લઘુતમ તાપમાન 7.2 ડિગ્રી સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. અમદાવાદનુ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયુ છે અને આગામી બે દિવસ ફરી ઠંડીનુ જોર વધશે. જોકે ઉતરભારતની ઠંડીની અસર ગુજરાત થય રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion