શોધખોળ કરો

ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

ગાંધીનગર: ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ. 200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ. 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.

આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે. 

મંત્રીએ ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.

ગત તા. 01 એપ્રિલથી તા. 31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 124.36 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું. 

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. 

રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડૂત 2.0 પોર્ટલ પર આવતીકાલ તા. 01 જુલાઈથી આગામી તા. 15 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટેની આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

આ ખેડૂત હિતલક્ષી નિર્ણય બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો વતી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા નાણા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Embed widget