શોધખોળ કરો

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

પ્રિન્સિપાલ, ઉચ્ચતર માધ્યમિક,માધ્યમિક,પ્રાથમિક સહિતના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર , રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા.

Teacher Recruitment: ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ મીટિંગ બાદ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. અગાઉ 7500 હાયર સેકન્ડરી માટે જાહેરાત કરવામાં આવી હતી. 24,700 નવીન શિક્ષકો માટે ભરતીની નિર્ણય કર્યો છે. પ્રિન્સિપાલ, ઉચ્ચતર માધ્યમિક,માધ્યમિક,પ્રાથમિક સહિતના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર , રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં TET 1 અને TET 2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતા અવધિ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો નીચે મુજબ છે:

  • જાહેર થયેલી ભરતીમાં કોણ અરજી કરી શકશેઃ
    • TET 1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો
    • TET 2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે.
  • 2023 બાદ:
    • TET 1 અને TET 2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં જાહેર કરાયેલા નવા માળખા મુજબ રહેશે. (જે પહેલા આવે તે માન્ય ગણાશે).
    • વર્ષ 2023 પહેલા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી માટે માન્ય ગણાશે. (પરંતુ તે પછીના નહીં).
  • TAT ઉમેદવારો માટે:
    • વર્ષ 2023માં લેવાયેલ દ્વિ સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામનો જ ઉપયોગ થશે.

આગામી ઓગષ્ટ 2024થી ડિસેમ્બર 2024 દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.     આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET 2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ 2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.        આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET 1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET 1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET 1 અને TET 2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET 1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET 2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

વિડિઓઝ

Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Embed widget