કોના આપઘાતના કારણે બનાસ મેડિકલ કોલેજમાં C.R. પાટીલનો કાર્યક્રમ કરવો પડ્યો રદ ?
બનાસ મેડિકલ કોલેજમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ મહિલા સંમેલનમાં હાજરી આપવાના હતા.
બનાસકાંઠાઃ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો બનાસ મેડિકલ કોલેજમાં કાર્યક્રમ રદ કરાયો છે. છેક છેલ્લી ઘડીએ અચાનક સી. આર. પાટીલનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરાઈ છે. સત્તાવાર રીતે આ કાર્યક્રમ કેમ રદ કરાયો એ વિશે કોઈ માહિતી અપાઈ નથી પણ મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાતાં કાર્યક્રમ રદ કરાયાનું મનાય છે.
બનાસ મેડિકલ કોલેજમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ મહિલા સંમેલનમાં હાજરી આપવાના હતા. વિદ્યાર્થીના આપઘાતના કારણે બનાસ મેડિકલ કોલેજમાં સાદગીપૂર્ણ રીતે આજે મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પાટિટનો કાર્યક્રમ રદ કરાયાનું મનાય છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે પાલનપુરની બનાસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતની ઘટના મંગળવારે બની હતી. MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની માહિતી પણ પોલીસે આપી છે.
બનાસ મેડિકલ કોલેજના હોસ્ટેલના ધાબા પરથી પડતું મૂકી વિદ્યાર્થીએ વહેલી સવારે આપઘાત કર્યો હતો. માઈક્રોબાયોલોજીનું આજે પેપર હોવાના કારણે વિદ્યાર્થી માનસિક તણાવમાં હોવાથી આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ પોલીસે આપ્યું છે. આ ઘટનાના કારણે બનાસ મેડિકલ કોલેજમાં સાદગીપૂર્ણ રીતે આજે મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી થશે. પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
કૉંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, સાબરડેરીના વાઈસ ચેરમેન જયંતિભાઈ પટેલ ભાજપમાં જોડાયા
કોંગ્રેસના સહકારી આગેવાન જયંતિ પટેલે આજે ભાજપનો કેસરિયો ધારણ કરીને કોંગ્રેસને મોટો મોટો ઝટકો આપ્યો છે. જયંતિ પટેલ સાબર ડેરીમાં ડિરેક્ટર છે અને કોંગ્રેસના સહકારી આગેવાન છે. ઉત્તર ગુજરાતમાંથી વધુ એક નેતાએ કોંગ્રેસનો સાથ છોડતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં, જયંતિ પટેલ સાથે તેમના 100થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.
સાબરડેરીના વાઈસ ચેરમેન જંયતિભાઈ પટેલ ભાજપમાં જોડાયા. જ્યંતિભાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો. જંયતિભાઈ પટેલ હાલમાં સાબરડેરીના ડિરેક્ટર છે અને અરવલ્લી જિલ્લામાં સહકારી આગેવાન છે.