ભરૂચમાં 10 રૂપિયા ના આપતા પાડોશીએ જ પાડોશીની કરી હત્યા, જાણો વિગત
મૃતક યુવાને તેની પાડોશમાં જ રહેતા વ્યકિતને 10 રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા પાડોશીએ ધારિયાનો ઘા મારી હત્યા હતી.
ભરૂચઃભરૂચમાં ફક્ત દસ રૂપિયાને લઇને એકની હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર ભરૂચના મકતમપુર બોરભાઠાબેટ પેટમાં રહેતા એક વ્યક્તિ પાસે તેના પાડોશીએ 10 રૂપિયાની માંગણી કરી હતી જેથી ઉશ્કેરાયેલા તે વ્યક્તિએ પાડોશીની હત્યા કરી દીધી હતી. મૃતક યુવાને તેની પાડોશમાં જ રહેતા વ્યકિતને 10 રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા પાડોશીએ ધારિયાનો ઘા મારી હત્યા હતી. સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી જાણકારી અનુસાર ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલ સમસેરસિંગ રાઠોડ પાસે તેના પાડોશી દેવનભાઇ ટીનાભાઇ વસાવાએ 10 રૂપિયાની માંગણી કરી હતી. જોકે, સતપાલે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો જેથી ઉશ્કેરાયેલા દેવનભાઇ વસાવાએ સતપાલના માથાના ભાગે ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. સ્થાનિકોને આ અંગેની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સતપાલસિંગને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે સતપાલ રાઠોડને મરણ જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હુમલાખોર દેવનભાઈ ટીનાભાઇ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી દેવેન વસાવાએ મૃતક પાસે 10 રૂપિયાની માગણી કરી હતી. જે ભોગ બનનારે આપવાનો ઈન્કાર કરતા આરોપીએ ઉશ્કેરાઇને મૃતકની હત્યા કરી દીધી હતી.
અંબિકા નદીમાં એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા
સુરતના મહુવા પાસે અંબિકા નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા. એક જ પરિવારની ચાર મહિલા સહિત પાંચ જણા ડૂબ્યા હતા. જેમાં બે જણાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાસુ-વહુનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.