શોધખોળ કરો

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં પાટણમાં 'ગાશે ગુજરાત પાટણ ગાન' સાંસ્કૃતિક કાર્યક્રમ અને શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે

Gujarat Foundation Day : સંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતોને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના 175 જેટલા પ્રસિધ્ધ કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવશે.

Patan : રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે  ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર  ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં 1લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાનાર છે.આ  ઉજવણીના  ભાગરૂપે  રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369  કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. આ સાથે જ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે. 

ગુજરાત ગૌરવ દિવસે 'ગાશે ગુજરાત પાટણ ગાન' સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે
પાટણ ખાતે યોજાઇ રહેલા  ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણને ગૌરવ ગાનથી નાગરિકો પરીચીત થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા 01 મે રવિવારના રોજ સાંજે 07-30 કલાકે યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે. પદ્મશ્રી વિષ્ણું પંડ્યા લિખિત 'ગાશે ગુજરાત પાટણ ગાન' માં પાટણની પ્રભુતા ઉજાગર થશે.

આ સંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત તેમજ પાટણની યશગાથા વર્ણવામાં આવશે  ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતો ને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના 175 જેટલા પ્રસિધ્ધ કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવશે. પાટણના સ્થાનિક ઇતિહાસ અને પાટણ ની પ્રભુતાને આ કાર્યક્રમમાં સુંદર રીતે વર્ણવવામાં આવશે.

આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને સ્વાતંત્ર્ય સમરના મહા- નાયકોની વંદના કરવામાં આવશે.  'ગાશે ગુજરાત પાટણ ગાન' કાર્યક્રમમાં પાટણ, પાલનપુર, ભૂજ, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદના કલાકારો પોતાની કલાના ઓજસ પાથરશે.

પોલીસ દ્વારા દિલધડક કરતબોનું આયોજન
પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પોલીસ વિભાગ પણ સહભાગી બન્યો છે. નાગરિકોનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે તેમજ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પલે સહિત સાંસ્કૃતિ કાર્યક્મોનું આયોજન કરાયું છે.

પોલીસ હેડ ક્વાટર્સ પાટણ ખાતે શસ્ત્ર પ્રદર્શન
પાટણ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 1 મે સુધી શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. પાટણના નાગરિકો સેન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજીત કરાયું છે. જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
Embed widget