શોધખોળ કરો

Gandhinagar: ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય સરકારી ક્વાર્ટર ખાલી ન કરતા તાળું તોડી કબજો લેવામાં આવ્યો

ગાંધીનગર: રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ હજુ સરકારી ક્વાર્ટર ખાલી કર્યા નથી. જેને લઈને ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેના ક્વાર્ટરનું તાળું તોડી નાખવામાં આવ્યું.

ગાંધીનગર: રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ હજુ સરકારી ક્વાર્ટર ખાલી કર્યા નથી. જેને લઈને આજે એક ધારાસભ્યના ક્વાર્ટરનું તાળું તોડી કબજો લેવામાં આવ્યો છે. ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેના ક્વાર્ટરનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું. વિધાનસભાની નોટિસ બાદ પણ 7 ધારાસભ્યોએ ક્વાર્ટર ખાલી નથી કર્યા. જે ધારાસભ્યોએ ક્વાર્ટર ખાલી નથી કર્યા તેમાં કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ક્વાર્ટર ખાલી નથી કર્યા.
  
આ ઉપરાંત મહુવાના ધારાસભ્ય રાઘવજી મકવાણા અને કપડવંજના ધારાસભ્ય કાળુંસિંહ ડાભીએ ક્વાર્ટર ખાલી નથી કર્યા. આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ક્વાર્ટર ખાલી નથી કર્યા. રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ પોતાનું ક્વાર્ટર ખાલી કર્યું નથી.

ડોક્ટરના આપઘાત મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

નામાંકિત ડોક્ટરના આપઘાતમાં ગુજરાતના મોટા નેતાનું નામ સામે આવતા ખળભળાટ

વેરાવળમાં નામાંકિત તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હવે આ આત્મહત્યા પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે. રાજકીય આગેવાનના કારણે ડોક્ટરે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડૉ. અતુલભાઈ ચગે લખેલી સુસાઈડ નોટમાં મોટા ગજાના રાજકીય આગેવાન અને તેના પિતાના નામનો ઉલ્લેખ છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. શહેરના નામાંકિત તબીબની આત્મહત્યામાં રાજકીય આગેવાનનું નામ સામે આવતા રાજકારણ ગરમાયું છે. હાલ શહેરભરમાં રાજકીય આગેવાનના નામ સાથેની સ્યુસાઇડ નોટ વાયરલ થઈ હોવાની ચર્ચા છે. જો કે, આ અંગે પોલીસ તરફથી કોઈ આધિકારીક નિવેદન હાલ સુધી આપવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે, વેરાવળના પ્રતિષ્ઠિત તબીબે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ડો.અતુલ ચગ શહેરના નામાંકિત તબીબ હોવાની સાથે સાથે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. તબીબે હોસ્પીટલની ઉપરના માળે આવેલ મકાનમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં હોસ્પીટલે રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓ પણ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસનો ઘમધમાટ હાથ ધર્યો હતો. તબીબના ગળાફાંસો ખાવા પાછળ શહેરભરમાં ચોંકાવનારી ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે આપઘાત કરવા  પાછળનું કારણ અકબંધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget