શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ઉપલા વર્ગમાં ચઢાવી દેવાશે ? જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું ?
દેશનાં કેટલાંક રાજ્યોમાં સ્કૂલ-કોલેજો ચાલુ કરવામાં આવી છે તેના કારણે ગુજરાતમાં પણ સ્કૂલ-કોલેજો ચાલુ થશે કે નહીં એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આવા અંગે પણ સરકારે કોઇ નિર્ણય કર્યો નથી. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ આ સ્પષ્ટતા કરી છે.
દેશનાં કેટલાંક રાજ્યોમાં સ્કૂલ-કોલેજો ચાલુ કરવામાં આવી છે તેના કારણે ગુજરાતમાં પણ સ્કૂલ-કોલેજો ચાલુ થશે કે નહીં એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ગુજરાત સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં શાળાઓ ચાલુ કરવાની હાલમાં રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી.
ચુડાસમાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપી દેવાશે એવી વાતો ચાલી રહી છે પણ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આવા અંગે પણ સરકારે કોઇ નિર્ણય કર્યો નથી. ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવા કે શાળાઓ શરૂ કરવા અંગે રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે પણ હાલ કોઈ પણ ચર્ચા નથી કરાઈ રહી. ભુપેંદ્રસિહ ચુડાસમાS રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન અપાશે એવી વાતોમાં નહીં આવવા અપીલ કરી છે.
ગુજરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. દિવાળીના વેકેશન પછી લાભ પાંચમથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવાની જાહેરાત કરીને એસઓપી પણ બહાર પાડી દેવાઈ હતી પણ કોરોનાના કેસો વધતાં આ નિર્ણય મોકૂફ રખાયો હતો. હવે આ સત્રના અંત સુધી શાળા શરૂ થાય એવી શક્યતા દેખાતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement