સાબરકાંઠા: માતાએ પોતાની જ દીકરી પર કરાવ્યું દુષ્કર્મ, 20 લોકો સામે ફરિયાદ દાખલ
હિંમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે, સગીરાએ નોંધાવેલી ફરિયાદમાં તેની માતાનું નામ જ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પીડિતાએ જે લોકોના નામ ફરિયાદમાં નોંધાવ્યા છે તેમા 20 લોકોનો ઉલ્લેખ છે.
સાબરકાંઠા: હિંમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે, સગીરાએ નોંધાવેલી ફરિયાદમાં તેની માતાનું નામ જ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પીડિતાએ જે લોકોના નામ ફરિયાદમાં નોંધાવ્યા છે તેની વાત કરીએ તો, તેમની માતા, માતાનો પ્રેમી, મામી સહિત કુલ 20નો સમાવેશ થાય છે. સગીર વયની દીકરી સાથે જબરદસ્તી કરવામાં આવતી હતી. સગીરાની માતાનો પ્રેમી પણ દુષ્કર્મ આચરતો હતો. સગીરાની મરજી વિરુધ્ધ માતા બે હજાર રુપીયા લઈને પરપુરુષોને બોલાવતી હતી. મધ્ય પ્રદેશના રતલામમાં 12 લાખમાં સગીરાને વેચવાનુ નક્કી કરાતા આખરે સગીરાએ પોલીસનું શરણ લીધુ હતું. જે બાદ તેમણે હિંમતનગર એ ડિવિજન પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
Gir Somnath : વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મોટી જૂથ અથડામણ, એકની હત્યા, 3 ઈજાગ્રસ્ત
Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મોટી જૂથ અથડામણ થઇ છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછીયારા સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.
બાળકોની બોલાચાલી અને અગાઉના મનદુઃખને લઈ બે જૂથ સામસામે આવી ગયા હતા અને અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોટ થયું છે અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને જૂથને વિખેરી નાખ્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાના કેસમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું
ભાવનગર શહેરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું છે. બનાવટી નોટો સાથે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કલર પ્રિન્ટરમાંથી પોતાના અંગત સ્વાર્થ માટે નોટોની પ્રિન્ટ કાઢી શહેરના તરસમીયા રોડ પર રૂ.7,58,000ની નકલી નોટોનો સોદો કરવા આ બે મહિલાઓ પહોંચી હતી. એ દરમિયાન એસ.ઓ.જી અને એલસીબીની ટીમ ત્રાટકી બંને કુખ્યાત મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ ડુપ્લીકેટ નોટના કૌભાંડમાં તપાસ દરમિયાન અન્ય લોકોના નામ ખૂલે તેવી પુરી સંભાવનાઓ છે.
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ ચોકી હેઠળ આવેલા તરસમીયા રોડ પર બે દિવસ પહેલા બોટાદથી આવેલ મનીષા રેલીયા દ્વારા બે હજારના દરની ડુપ્લીકેટ નોટોનો વહીવટ કરીને તમામ નોટો વટાવે તે પહેલાં જ ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. બનાવની વિગતો મુજબ બે હજારના દરની પ્રિન્ટિંગમાં પ્રિન્ટ કાઢી બનાવટી નોટો તરીકે ઉપયોગ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો જેમાં બોટાદની મહિલા દ્વારા ભાવનગર શહેરમાં રહેતી રેખાબેનના સંપર્કમાં આવી હતી અને રૂ.7,58000 રૂપિયાની બનાવટી નોટોનો પ્લાન રચી ડુપ્લીકેટ નોટો બદલાવી તેના બદલામાં અઢી લાખ રૂપિયા લેવાનો પ્લાન ઘડાયો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસની ગુપ્ત માહિતી આધારે બંને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.