Jamanagar News: શ્વાનનો આતંક યથાવત, ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો, 4 પરિજન થયા લોહીલોહાણ
જામનગર જિલ્લામાં શ્વાનોનો આંતકની ઘટના સામે આવી છે, જામનગર નજીક આવેલ ધુતારપર ગામે ગતરાત્રીના ખેત મજુરી કરતા પરિવાર પર કૂતરા ત્રાટક્યા હતા. પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Jamanagar News:જામનગર જિલ્લામાં શ્વાનોનો આંતકની ઘટના સામે આવી છે, જામનગર નજીક આવેલ ધુતારપર ગામે ગતરાત્રીના શ્વાનનો આંતક સામે આવ્યો જ્યાં ખેત મજુરી કરવા કામ પર આવેલ પરિવાર પર શ્વાને હુમલો કરતા પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
જામનગર જિલ્લામાં શ્વાનોનો આંતકની ઘટના સામે આવી છે, જામનગર નજીક આવેલ ધુતારપર ગામે ગતરાત્રીના શ્વાનનો આંતક સામે આવ્યો જ્યાં ખેત મજુરી કરવા કામ પર આવેલ પરિવાર પર શ્વાને હુમલો કરતા પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.પરિવરના બે નાના બાળકો તથા એક મહિલા સહિત કુલ ચાર લોકોને શ્વાને બચકા ભરી લેતા લોહી લુહાણ હાલતમાં સારવારમાં અર્થે જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.
Surat: ખજોદમાં શ્વાનના આતંકનો ભોગ બનેલી 2 વર્ષની બાળકીનું સારવારમાં મોત, પરિવારમાં શોકનો માહોલ
Surat News: સુરતમાં શ્વાનનો આતંક છે. શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને રવિવારે સવારે ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.
સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.
અમદાવાદમાં વધુ એક આશાસ્પદ યુવાનનું ક્રિકેટ રમતા-રમતા નિધન, બોલિંગ કરી વખતે અચાનક મેદાનમાં ઢળી પડ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બચત ભવનના સરકારી કર્મચારીનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા નિધન થયું છે. વસંત રાઠોડ નામના સરકારી કર્મચારીએ જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કર્મીની ટીમ વચ્ચેની મેચમાં ભાગ લીધો હતો અને બોલિંગ કરતી વખતે તે અચાનક મેદાન પર ઢળી પડ્યો અને તેનું નિધન થયું છે.
રાજ્યમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયું છે. ચાલું ક્રિકેટ મેચ દરમિયાન આ યુવક બોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થયો અને તે અચાનક મેદાનમાં પડી ગયા અને બાદ તેને હોસ્પિટલ લઇ જવાયા પરંતુ કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય. તબીબોએ મોતનું કારણ હાર્ટ અટેક દર્શાવ્યું છે.
યુવક બેભાન થયા બાદ તેને ભાડજ ડેન્ટલ કોલેજમાં યુવકને સારવાર અર્થે લઇ જવાયા હતા અહીં સારવાર દરમિયાન તેનું નિધન થયું છે. મૃતક પાટડીના ધામા ગામનો વતની હતી. ક્રિકેટ રમતા રમતા તે બેભાન થઇને ઢળી જાય છે. તે સમગ્ર ઘટના કેમરામાં કેદ થઇ ગઇ હતી.