શોધખોળ કરો
Advertisement
છેલ્લા 5 વર્ષમાં ભાજપે સપાટો બોલાવ્યો, કોંગ્રેસની આટલી વિકેટો ખેરવી
અમદાવાદઃ ચૂંટણીની મોસમ આવે એટલે અનેક બહાના ધરીને અનેક ધારાસભ્યો પક્ષ પલટો કરતા હોય છે. તાજેતરમાં જ પક્ષ પલટાની રીતસરની સીઝન જામી છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોની વિકેટ ખેરવી રહી છે. શુક્રવારે એક જ દિવસમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ પંજાને રામરામ કર્યા. આ અગાઉ પણ છેલ્લા 1 મહિનામાં કુલ મળીને ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ છોડી ચુક્યા છે. વર્ષ 2014ની લોકસભાથી લઇને હવે 2019ની ચૂંટણી આવી. આ પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના કદાવર નેતાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા.
વાત કરીએ પક્ષ પલટો કરનારા કોંગી નેતાઓની તો પીઢ નેતા કુંવરજી બાવળિયાએ નારાજગી વ્યક્ત કરી અને ભગવો ધારણ કર્યો, કુંવરજીભાઇ વરિષ્ઠ નેતા છે અને જસદણ તથા સૌરાષ્ટ્રમાં આગવું સ્થાન ધરાવે છે. આથી ભાજપને પણ ખ્યાલ જ હતો કે કુંવરજીભાઇને તો વ્યવસ્થિત સ્થાન આપવું પડશે અને આપ્યું પણ, કુંવરજીભાઇને એક ખાતુ આપી રાજી કરી દીધો. જો કે કુંવરજી સિવાય અન્ય કોંગ્રેસના નેતાઓમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બળવંતસિંહ રાજપૂતને પણ સાચવી લીધા. જો કે આ સિવાય આશા પટેલ, રાઘવજી પટેલ સહિતના અનેક નેતાઓ ભાજપ મોવડી મંડળ સમક્ષ મીટ માંડીને બેઠા છે કે અમને પણ પક્ષ પલટો કરવાનું કોઇ ઇનામ આપવામાં આવશે.
વર્ષ 2014થી અત્યારસુધીમાં કોંગ્રેસ છોડીને આવનારા નેતાઓમાં જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, ડૉ. આશા પટેલ, ડૉ. તેજશ્રી પટેલ, રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કરમશીભાઈ પટેલ, સી.કે. રાઉલજી, અમિત ચૌધરી, રામસિંહ પરમાર, છબીલ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, માનસિંઘ ચૌહાણનો સમાવેશ થાય છે. આ બધામાં કુંવરજીને બાદ કરતાં તમામ કોંગ્રેસી નેતાઓ ફાયદાની રાહ જોઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ખેતીવાડી
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion