Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસ્યો વરસાદ, ઉમરપાડામાં 2 કલાકમાં સાડા 6 ઇંચ વરસતા જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain :ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર મોનસૂન સક્રિય થયુ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત રાતથી સરેરાશ 2થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
Gujarat Rain :ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યુ છે. રાજ્યના છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર,દાહોદ, પંચમહાલમા ભારે વરસાદની શકયતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે છોટા ઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીંવત છે.વરસાદની 8 જિલ્લામાં આગાહીની વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ
ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સાગબારામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
સિંગવડમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
વાપીમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો
ડેડિયાપાડા, નસવાડીમાં પોણા બે ઈંચ વરસાદ
દેવગઢ બારીયા, લીમખેડામાં દોઢ- દોઢ ઈંચ વરસાદ
સુરત જિલ્લાના ઉમરપાડામાં ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસતા અને વિસ્તાર જળમગ્ન બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉમરગોટથી સેલમ્બાના લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તા બ્લોક થતાં જનજીવન પર માઠી અસર થઇ છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. વહારથી બલાલકુવા જામકુઈ સહિતના ગામને જોડતા કોઝ-વે પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બ્લોક થઇ જતાં ગામ સંપર્ક વિહોણા બન્યા છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 122.80 ટકા વરસાદ વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 183.32 ટકા વરસાદ તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.04 ટકા,દ.ગુજરાતમાં સિઝનનો 125.21 ટકા અને મ.ગુજરાતમાં સિઝનનો 118.99 ટકા વરસાદ વરસ્યો છે, ઉ.ગુજરાતમાં સિઝનનો 105.89 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો થયા
રાજ્યના 207 પૈકીમાંથી 117 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 97 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવ નવ અને ઉત્તર ગુજરાતના બે જળાશયો ઓવરફ્લો થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 162 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 143 ડેમ હાઈએલર્ટ પર તો , 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા સાત જળાશયો વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ