શોધખોળ કરો

Gujarat Rain: ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી વડાલીમાં જળબંબાકાર

Gujarat Rain: સાબરકાંઠા-બનાસકાંઠામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.  છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી વડાલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

Gujarat Rain:  સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. સાબરકાંઠા-બનાસકાંઠામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.  છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી વડાલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ, ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ, બનાસકાંઠાના દાંતામાં 8.9 ઈંચ, ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ,સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ, ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ, તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ, દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ, ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ, ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ,ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ, મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ, નસવાડીમાં 1.5, નાંદોદમાં 1.4 ઈંચ, માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ,વસો, ભરૂચ, માણસામાં 1.3 ઈંચ, પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ,ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ,ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં હાલ મોનસૂન સતત સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાદની આગાહી મુજબ 22થી 27 તારીખ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે  વરસાદનુ અનુમાન છે. તો 22થી 24 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે. 24 બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે, 27 બાદ ફરી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.

ક્યા જિલ્લામાં પડશે  વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,મહિસાગર,મહેસાણા, પંચમહાલ,દાહોદ, ખેડા આણંદ, વડોદરા,  ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત  ક્ચ્છમાં 22થી 24 વચ્ચે ગાંધીધામની આસપાસ  ભારે વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 24 જૂન સુધી ભાવનગર, અમેરેલી , ગીર સોમનાથ,બોટાદ સુરેન્દ્રનગલ, દેવભૂમી દ્રારકા જૂનાગઢ, રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે,. સૌરાષ્ટ્રમાં 24 જૂન બાદ વરસાદનું જોર ઘટશે જો કે મધ્યમ વરસાદ વરસતો રહેશે. 27 બાદ ફરીએ એકવાર મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગામી મુજબ ગુજરાતમાં 30 જૂન સુધી વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ક્યાં કેટલો વરસ્યો વરસાદ એક નજર આંકડા પર કરીએ.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget