શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Valsad: વલસાડમાં યુવકે પત્નીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતા પોલીસ દોડતી થઈ

વલસાડ:ગુંદલાવમાં રહેતા યુવકે પત્નીના ત્રાસથી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં યુવકે સોશિયલ મીડિયામાં આપઘાત પહેલા વિડિયો વાયરલ કરી પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાતો કરી હતી

વલસાડ: ગ્રામ્ય વિસ્તાર એવા ગુંદલાવમાં રહેતા યુવકે પત્નીના ત્રાસથી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં યુવકે સોશિયલ મીડિયામાં આપઘાત પહેલા વિડિયો વાયરલ કરી પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાતો કરી હતી અને ત્યારબાદ યુવકે આ પગલું ભરતા અનેક સવાલો ઉઠ્યા છે.. જોકે સમગ્ર મામલે પોલીસ યુવકની ફરિયાદ ન લેતી હોવાને બાબતને લઈને પરિવારજનો દ્વારા મીડિયા સમક્ષ ન્યાયની માંગ કરાઈ હતી.

વલસાડ શહેરમાં પત્નીના ત્રાસથી પતિએ દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે આપઘાત કરતા પહેલા યુવકે મોબાઇલમાં રેકોર્ડ કરેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  વીડિયોમાં પતિએ પત્ની અને સાસરીયા વિરુદ્ધ ત્રાસ અપાતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે જ પોતાના પરિવારજનોની પણ માફી માંગી હતી. અનેક વખત પોલીસ સ્ટેશનમાં જઈ અને રજૂઆત કરી મદદ માંગી હતી પરંતુ પોલીસે પણ કોઈ મદદ ન કરી હોવાના પોલીસ પર આક્ષેપ કર્યા છે. 

જોકે અત્યારે યુવકને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  બનાવની જાણ થતાં જ હવે  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ વલસાડના રેલવે ગોદી વિસ્તારમાં રહેતા યોગેશ મોર્યા નામના એક યુવકે દવા પી અને આપઘાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલત જણાતા તેને સારવાર માટે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં યુવક અત્યારે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. જોકે તેણે  મોબાઇલમાં રેકોર્ડ કરેલો એક વિડીયો અને પત્નીના ત્રાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આપઘાત કરનાર યુવક યોગેશ મોરિયા રડતા રડતા પ્રથમ તો પોતાના પરિવારજનોની માફી માંગે છે. ત્યારબાદ તે પોતે આપઘાતનો પ્રયાસ કેમ કરવો પડ્યો તેનું પણ કારણ જણાવતાં પત્ની અને સાસરિયાઓના ત્રાસથી પોતે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનો વીડિયોમાં જણાવ્યું હતું.

વધુમાં તેને પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. વીડિયોમાં યોગેશે પોલીસની કામગીરી પર પણ આક્ષેપો કર્યા હતા. પત્નીના ત્રાસની ફરિયાદ લઈ અને એક વખત પોલીસ સ્ટેશન જવા છતાં પણ પોલીસે કોઈ મદદ ન કરતા આખરે તેણે આ પગલું ભરવું પડ્યું છે તેવું પણ જણાવ્યું હતું. ઘરમાં પત્નીની ત્રાસથી પૂરો પરિવાર ડરના માહોલમાં જીવતો હતો અવારનવાર પરિવારના તમામ સભ્ય સાથે મારપીટ અને અપશબ્દો બોલી અપમાનિત કરી અને પત્ની ધમકી પણ આપતી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 

પરિવારે અગાઉ અનેક વખત પોલીસ સમક્ષ પત્નીના ત્રાસની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પરંતુ પતિ પક્ષની રજૂઆત સાંભળવાને બદલે પોલીસે પત્નીની રજૂઆતને આધારે પરિવારજનો પર કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી. આથી પોલીસ પણ સહકાર ન આપતી હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જોકે આખરે પત્નીના ત્રાસથી કંટાળી અને પતિએ આપધત નો પ્રયાસ કરતા હવે આ મામલે  પોલીસે વાયરલ વિડીયો અને યુવક અને તેના પરિવારજનોના નિવેદનના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી છે. પરિવારે ઘરમાં વહુના ત્રાસનો સબૂત આપતો એક વિડીયો પણ રજૂ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget