Chotaudepur: ચૂંટણી બાદ છોટાઉદેપુર બીજેપીમાં વિવાદ, ધારાસભ્યના સત્કાર સમારંભ બાદ મારામારી
છોટાઉદેપુર: ચૂંટણી બાદ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બીજેપીમાં વિખવાદ સામે આવ્યો છે. ધારાસભ્યના સત્કાર સમારંભ બાદ મારામારીની ઘટના બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
છોટાઉદેપુર: ચૂંટણી બાદ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બીજેપીમાં વિખવાદ સામે આવ્યો છે. ધારાસભ્યના સત્કાર સમારંભ બાદ મારામારીની ઘટના બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સંખેડા વિધાનસભાના નસવાડી પંથકના ભાજપ નેતાઓ વચ્ચે વિખવાદ સપાટી પર આવ્યો છે. નસવાડી વિશ્રામ ગૃહ ખાતે વિજેતા ધારાસભ્યના સત્કાર સમારંભ બાદ મારામારીની ઘટના બની છે.
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ એસ.ટી. નિગમના ડાયરેક્ટર એવા જસુભાઈ ભીલને ભાજપના નેતા અને રમત ગમત વિભાગના સિનિયર કોચ દિનેશ ડુંગરા ભીલે માર માર્યાની ફરિયાદ નસવાડી પોલીસ મથકમાં નોંધાઈ છે. જસુ ભીલનો આરોપ છે કે દિનેશ ભીલે "મારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા કેમ ગયો હતો, મારા વિરુદ્ધ કેમ પ્રચાર કરે છે" તેમ કહી હુમલો કર્યો હતો. સમગ્ર બાબતે પોલીસે જસુ ભીલની ફરિયાદના આધારે દિનેશ ભીલ ઉપર 323, 504, 506(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાવાગઢ પાસે અકસ્માતમાં જાણીતા મહંતનું નિધન
પાવાગઢ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગોધરાનાં મહંતનું નિધન થયું છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ પહોંચેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતનું મોત નિધન થયું છે. પાવાગઢ રોડ પાસે પુર ઝડપે પસાર થઈ રહેલ કાર ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા હતો જેમાં મહંત ધનુષધારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગોધરાના બાવાની મઢીના મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારીજીના મૃત્યુથી અનુયાયીઓમાં શોકની લાગણી છવાઇ છે. મહંતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
લોક કલાકાર દેવાયત ખવડ આખરે ક્રાઇમ બ્રાન્ચમાં થયા હાજર
દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર કર્યો હતો હુમલો દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર હુમલો કર્યો હતો. કારમાંથી ઉતરીને લાકડીઓ પડે દેવાયત ખવડે સહિતના અન્ય ત્રણ શખ્સોને મયુર રાણાને રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ ઘટનાના વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. ઘટના બાદ ક્ષત્રિય સમાજ સતત દેવાયત ખવડની ઘરપકડ માટે રજૂઆત કરી હતી. આ મામલે ક્ષત્રિય સમાજે દેખાવો પણ કર્યાં હતા. હુમલાની ઘટના બાદ દેવાયત ખવડ દસ દિવસથી ફરાર હતા આજે આખરે તેઓ ડીએસપી સમક્ષ હાજર થયા છે.
82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે કહી ભુવાએ કર્યું આવું