શોધખોળ કરો

કાળઝાળ ગરમીથી મળશે મોટી રાહત: દેશમાં આ વર્ષે સમય પહેલા બેસશે ચોમાસું, જાણો ક્યારે થશે મેઘમહેર

Early Monsoon Arrival India: ઉત્તર અને મધ્ય ભારતમાં 43-44 ડિગ્રી તાપમાન વચ્ચે હવામાન વિભાગે આપી વહેલા ચોમાસાની ખુશખબર, 18 થી 25 મે ની વચ્ચે આંદામાનમાં વરસાદી માહોલ જામવાની પૂરી શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એપ્રિલમાં 43-44 ડિગ્રી તાપમાન, વહેલા ચોમાસાની આગાહી.
  • આંદામાન-નિકોબારમાં 18-25 મે વચ્ચે ચોમાસાનું આગમન.
  • 25 મે-1 જૂન વચ્ચે ભારતીય ભૂમિ પર ચોમાસાનું આગમન.
  • કેરળ-તમિલનાડુમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના.

IMD Monsoon Forecast 2026: દેશભરમાં એપ્રિલ મહિનાથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, ત્યારે ગરમીથી શેકાઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પોતાના નિર્ધારિત સમય કરતા વહેલું આવી શકે છે. આ આગાહી સાચી પડી તો મે મહિનાના અંત સુધીમાં જ દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે અને લોકોને આકરી ગરમીમાંથી મુક્તિ મળશે.

હવામાન વિભાગના વેધર મોડલ્સ પરથી વહેલા ચોમાસાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની સૌથી પહેલી એન્ટ્રી આંદામાન અને નિકોબાર ટાપુઓ પર થતી હોય છે. આ વખતે અનુમાન છે કે 18 થી 25 મે ની વચ્ચે અહીં ચોમાસાનું આગમન થઈ શકે છે. હાલમાં હિંદ મહાસાગર તરફથી આવતા ભેજવાળા પવનોએ ગતિ પકડી છે, જે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર પર જમા થઈ રહ્યા છે. આ પવનોને કારણે તે સમયે આ વિસ્તારોમાં સામાન્ય કરતા 30 થી 60 મીમી જેટલો વધુ વરસાદ નોંધાઈ શકે છે.

આંદામાનમાં એન્ટ્રી માર્યા બાદ, 25 મે થી 1 જૂન ની વચ્ચે ચોમાસું ભારતીય ભૂભાગ તરફ વધુ આગળ વધે તેવી પ્રબળ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરથી પશ્ચિમી પવનો તેજ ગતિએ ફૂંકાઈ શકે છે, જે ભેજને સીધો ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારા તરફ ખેંચી લાવશે. આ જળવાયુ પરિવર્તનને પગલે કેરળ અને તમિલનાડુના દક્ષિણ ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર છે.

મતદાનના દિવસે ગરમી ભુક્કા કાઢશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે જ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળશે, જેને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના પગલે શહેરમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે ચૂંટણીના દિવસે સ્થિતિ વધુ કથળશે અને તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે, જેથી કાલે શહેરમાં 'ઓરેન્જ એલર્ટ' રહેશે. ગરમીની સાથે સાથે ગરમ પવનો પણ ફૂંકાશે, જેનાથી ઘરની બહાર નીકળતા લોકોને સીધી લૂ લાગી શકે છે.

Frequently Asked Questions

આ વર્ષે ચોમાસું ક્યારે શરૂ થવાની સંભાવના છે?

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પોતાના નિર્ધારિત સમય કરતા વહેલું આવી શકે છે. મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે છે?

આ વખતે અનુમાન છે કે 18 થી 25 મે ની વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું આગમન થઈ શકે છે. આ વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ શકે છે.

આંદામાનમાં પ્રવેશ્યા બાદ ચોમાસું ક્યારે ભારતીય ભૂભાગ તરફ આગળ વધશે?

આંદામાનમાં એન્ટ્રી માર્યા બાદ, 25 મે થી 1 જૂન ની વચ્ચે ચોમાસું ભારતીય ભૂભાગ તરફ વધુ આગળ વધે તેવી પ્રબળ સંભાવના છે. આનાથી દક્ષિણ-પશ્ચિમ કિનારા તરફ ભેજ ખેંચાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget