શોધખોળ કરો

MCTE અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ડિયન આર્મી હેકેથોન

મિલિટરી કોલેજ ઓફ ટેલિ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ,મહૂ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે મળીને પ્રથમ “ઇન્ડિયન આર્મી હેકેથોન”નું આયોજન કરી રહી છે.

મિલિટરી કોલેજ ઓફ ટેલિ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ,મહૂ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે મળીને પ્રથમ “ઇન્ડિયન આર્મી હેકેથોન”નું આયોજન કરી રહી છે. ૧૬મી ઑક્ટોબર ૨૦૨૧થી શરૂ થનાર આ હેકેથોન ત્રણ મહિના સુધી ચાલશે. “ઇન્ડિયન આર્મી હેકેથોન”ની જાહેરાત ચીફ ઓફ આર્મી સ્ટાફ, જનરલ એમ.એમ. નરવાણે, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ, એડીસીની સાથે આર્મી કમાન્ડર આર્મી ટ્રેનિંગ કમાન્ડ લેફ્ટ. જન. રાજ શુકલા, વાયએસએમ, એસએમ, જીઓસી - ઈન સી આર્ટ્રેક દ્વારા કરવામાં આવી હતી.

આ અંગે મીડિયા સાથે વાત કરતાં લેફ્ટ. જનરલ એમ.યુ. નાયર, કમાન્ડન્ટ એમસીટીઈ એ જણાવ્યું હતું કે સમગ્ર દેશના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ તેમજ લશ્કરના કર્મચારીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ઓછામાં ઓછા 30 હજાર સ્પર્ધકો ઓન-લાઈન ભાગ લે તેવી અપેક્ષા છે.

ત્રણ તબક્કામાં યોજાનારી આ સ્પર્ધામાં તાલીમના સ્તરો દરેક તબક્કે વધુ ઊંચા થતાં જશે. આખરી સ્તરે સ્પર્ધકો સિક્યોર કોડિંગ અને સોફ્ટવેર ડીફાઈન્ડ રેડિયોઝના ઉપયોગના ક્ષેત્રોમાં એકબીજા સાથે સ્પર્ધા કરશે અને આખરે જુદી જુદી ટીમો એકબીજા સાથે વાસ્તવિક અને આભાસી પડકારો (રિયલ એન્ડ સીમ્યુલેટેડ થ્રેટ્સ) સાથે સાયબર સ્પેસમાં સ્પર્ધા કરશે. ધ્વજને હાંસલ કરવા (વિજેતા બનવા) માટે એક સ્પર્ધકે બીજા સ્પર્ધકને હરાવવાની વ્યૂહરચના ઘડીને તેને અમલમાં મૂકવાની રહેશે. આ પ્રસંગે, લશ્કરી ક્ષેત્રમાં ઉભરી રહેલા સાયબર પડકારો અને તેમને પહોંચી વળવાના ઉપાયોને ધ્યાનમાં રાખીને અનેક સેમિનારો, નિષ્ણાત ચર્ચાઓ અને સંમેલનોનું આયોજન પણ કરવામાં આવશે.

આ પ્રસંગે, પ્રા. (ડૉ.) બિમલ પટેલ, કુલપતિશ્રી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ જણાવ્યું કે હવે તમામ ક્ષેત્રોમાં સાયબર પ્રવેશી ચૂક્યું છે અને તે દરેકના જીવનને સ્પર્શે છે. ગુનેગારો અને શત્રુઓ બંને સિસ્ટમમાં રહેલી ઊણપોનો દુરૂપયોગ કરે છે. શાંતિપૂર્ણરીતે તથા કાયદાની રાહે ચાલનારા લોકો માટે ઊભો થઇ રહેલો આ એક સૌથી મોટો પડકાર છે. તેઓએ આ પડકારને ઝીલવા માટે આગળ આવવા બદલ ભારતીય લશ્કર (ઇન્ડિયન આર્મી) અને એમસીટીઈ ને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે “ઇન્ડિયન આર્મી હેકેથોન” જેવા કાર્યક્રમો, સંભવિત ત્રૂટીઓ અને નબળાઇઓને સમજવા અને તેને દુરસ્ત કરવા માટે આવશ્યક છે.

લેફ્ટ. જનરલ એમ.યુ.નાયરે વધુમાં જણાવ્યું કે એક સમર્પિત (ડેડીકેટેડ) વેબ પોર્ટલ sainya-ranakshetram.in ઊભું કરવામાં આવશે જેના ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને આ સ્પર્ધાના આયોજન અંગે રિયલ ટાઇમમાં જાણકારી મેળવી શકાશે. તેઓએ એમ પણ જણાવ્યું કે આ સ્પર્ધાનું આયોજન પહેલીવાર જ કરવામાં આવી રહ્યું છે પરંતુ ઇન્ડિયન આર્મી તેને હવે દર વર્ષે યોજવાનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન ૧૬મી ઑક્ટોબર ૨૦૨૧થી શરૂ થશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget