શોધખોળ કરો

IndiGo Flight: અમદાવાદમાં મોટી પ્લેન દુર્ઘટના ટળી, ઈન્ડિગોની ફ્લાઈટ જમીન સાથે ભટકાઈ

ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી.

IndiGo Flight : ગુજરાતના અમદાવાદમાં ઈન્ડિગોનું એક વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બનતા બનતા રહી ગયું હતું. આજે ગુરુવારે એક ઈન્ડિગો ફ્લાઈટને ટેઈલ સ્ટ્રાઈકનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઈટ બેંગલુરુથી અમદાવાદ આવી રહી હતી જેનું સુરક્ષિત ઉતરાણ થયું હતું અને તેને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી હતી. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોએ આ મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. જરૂરી ચકાસણી અને રિપેરિંગ માટે વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ટેઈલ સ્ટ્રાઈક એટલે શું? 

ટેલ ટ્રાઈક એટલે વિમાન જ્યારે એરપોર્ટ પર ઉતરાણ એટલે કે લેન્ડ કરે ત્યારે વિમાન જમીન સાથે અથડાય જાય છે. ખાસ કરીને વિમાનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાય જાય છે ત્યારે તેને ટેઈલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પ્રકારની ઘટનામાં વિમાનને નુકશાન પહોંચે છે. 

તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટ સાથે આવી જ બીજી ઘટના બની હતી. 11 જૂને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે ઈન્ડિગો પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. ત્યાર બાદ એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતાં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, DGCAના આદેશ પર એરલાઈને ક્રૂ મેમ્બર્સને પણ ઉડાન ભરવા પર રોક લગાવી દીધી છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

જમીન સાથે અથડાયા બાદ વિમાનનો પાછળનો ભાગ થયેલો ક્ષતિગ્રસ્ત

અધિકારીએ જણાવ્યું હતું કે, 11 જૂને ઈન્ડિગો એરક્રાફ્ટ A321 Neo કોલકાતાથી દિલ્હીની ફ્લાઈટ નંબર 6E-6183 આવી રહ્યું હતું અને દિલ્હીમાં ઉતરતી વખતે તેની પૂંછડીની બાજુ જમીન સાથે અથડાઈ હતી. ડીજીસીએના અધિકારીએ કહ્યું હતું કે, દિલ્હીમાં ઉતરાણ સુધી ફ્લાઇટ સામાન્ય હતી અને તેના રનવે 27ની નજીક પહોંચતી વખતે ક્રૂને સમજાયું કે તેઓ સામાન્ય કરતાં વધુ સમય લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, જમીન સાથે અથડાવાને કારણે વિમાનનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget