શોધખોળ કરો
Advertisement
1 ઓક્ટોબરથી અમદાવાદ-પુણે વચ્ચે શરૂ થશે એર ટેક્સી સેવા
ઇન્દોરઃ લાંબા સમય પછી 1 ઓક્ટોબરથી એરટેક્સી સેવા શરૂ થવા જઈ રહી છે. એર ઓડીશાની સાથે જીએસઈસી એવિએશન કંપની ઇન્દોરથી અમદાવાદ અને પુણે માડે ઉડાન શરૂ કરશે. સોમવારથી શનિવારની વચ્ચે આઠ સીટર સેસના વિમાનથી ઉડાન સંચાલિત થશે. વિમાનમાં પ્રવાસીઓને શાકાહારી ભોજન અને મનોરંજન માટે આઈપેડ જેવી સુવિધા પણ મળશે.
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ સરકાર અને પર્યટક વિકાસ નિગમ દ્વારા વિતેલા એક વર્ષતી ઇન્દોર સહિત રાજ્યના અન્ય શહેરથી એર ટેક્સી સેવા શરૂ કરવાની કયાવત હાથ ધરવામાં આવી છે. તેના માટે બે વખત ટેન્ડર પણ જારી થયા હતાપરંતુ અત્યાર સુધી આ સેવા શરૂ થઈ શકી ન હતી. જીએસઈસી એવિએશન કંપની 15 ઓગ્સટથી પોતાના આ વિમાનથી ચાર્ટર્ડ સેવા શરૂ કરી ચૂકી છે. હવે કંપની તેનાથી નિયમિત ફ્લાઈટ ઓપરેશન શરૂ કરશે.
9 સપ્ટેમ્બરથી શરૂ થશે ટિકિટ બુકિંગ
એર ઓડિશા અને જીએસઈસી એવિએશનની આ વિમાન સેવા માટે ટિકિટ બુકિંગ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઇન્દોરથી અમદાવાદનું ભાડું 7 હજાર રૂપિયા અને ઇન્દોરથી પુણે માટે ભાડું 10 હજાર રૂપિયા રહેશે. કંપનીના પ્રતિનિથિઓ અનુસાર આ ફ્લાઈટમાં પ્રવાસીઓને વેજ ફૂડ પેકેટ આપવામાં આવશે. તેની સાથે તમામ પ્રવાસીઓને એક એન્ટરટેનમેન્ટ આઈપેડ આપવામાં આવશે. જેમાં તે પ્રવાસ દરમિયાન ન્યૂઝ, મૂવી, મ્યૂઝિકની મજા પણ લઈ શકશે.
સોમવારથી શનિવાર સુધી રહેશે આ શેડ્યુઅલ
ઇન્દોરથી અમદાવાદ - સવારે 6.30-8 કલાક
અમદાવાદથી ઇન્દોર - 8.15-9.45 કલાક
ઇન્દોરથી પુણે - 10-12 કલાક
પુણેથી ઇન્દોર - 12.30-2.30 કલાક
ઇન્દોરથી અમદાવાદ - સાંજે 6-7.30 કલાક
અમદાવાદથી ઇન્દોર - 7.45-9.15 કલાક
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement