(Source: ECI/ABP News/ABP Majha)
Surendranagar: લખતર વિરમગામ હાઈવે પર ઇનોવા કાર ખાડામાં ખાબકી, એકનું ઘટના સ્થળે જ મોત, 5 ગંભીર રીતે ઘાયલ
સુરેન્દ્રનગર: લખતર વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ઇનોવા કારના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડ ખાડામાં ખાબકી હતી.
સુરેન્દ્રનગર: લખતર વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ઇનોવા કારના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડ ખાડામાં ખાબકી હતી. ઇનોવા કારમાં 7 લોકોમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે અન્ય 5 લોકોને વધુ સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા થતાં સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. મોરબીના વાકાનેર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે વિરમગામ અને લખતર વચ્ચે ભાસ્કરપરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.
પોરબંદરમાં છાશ પીધા બાદ શ્રમિકોને ઝેરી અસર થતા ચકચાર
અદિત્યત્યાણા ગામે વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર થતા ચકચાર મચી ગઈ છે. શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઉલ્ટી, ચક્કર આવવા લાગતા ગભરાહટ ફેલાઈ હતી. શ્રમિકોને રિક્ષા મારફત તેમજ 108 મારફત ખસેડાયા છે. આ અંગે સામે આવેલી વિગોત અનુસાર ઝેરી દવાવાળી ડોલને સાફ કર્યા વિના તેમાં છાશ બનાવતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોરબંદર સરકારી હોસ્પિટલમાં તમામ શ્રમિકોને સારવાર માટે ખસેડાયા છે.
રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ બીજા તબક્કાની ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી
રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ બીજા તબક્કાની ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી હતી. પહેલા તબક્કામાં થયેલી ગેરરિતીને ધ્યાને લઈ બીજા તબક્કામાં કડક નિર્ણય કરાયા છે. આ સાથે જ લોકોને મતદાનમાં જોડાવા અપીલ કરી છે. મતદાનમાં શહેરીજનો કરતાં ગ્રામ્યજનો વધુ જોડાયા હોવાની વાત કરી હતી.
બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર બંધ થતાં હવે ઉમેદવારો ડોર ટૂ ડોર અને ખાટલા પરિષદ કરી પ્રચાર કરશે. બીજા તબક્કાના મતદાનમાં 833 ઉમેદવારોનું ભાવિ સોમવારે EVMમાં સીલ થશે. 8મી ડિસેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ. ગુજરાતમાં બે તબક્કમાં ચૂંટણી યોજાઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થયું હતું. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થયો હતો.
બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, 5 ડિસેમ્બરે મતદાન
બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે. પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.
બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત
બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે. પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે