શોધખોળ કરો

શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો

દિલ્હીથી આવેલા ઝાડુવાળાઓને ગામમાં ન ઘૂસવા દેવા અપીલ; વિમલ ચુડાસમાનો જગદીશ વિશ્વકર્માને વળતો જવાબ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હર્ષ સંઘવીએ AAP પર હવાલાથી ૨૦ કરોડ લાવવાનો આરોપ મૂક્યો.
  • AAP ગામમાં અશાંતિ ફેલાવી ૧૦૦ રૂપિયા વહેંચશે, કહ્યું સંઘવી.
  • જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા.
  • વિમલ ચુડાસમાએ વિધાનસભા લાઇવ ટેલિકાસ્ટનો પડકાર ફેંક્યો.

Harsh Sanghavi AAP allegations: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો ગરમાયો છે. એક તરફ ડેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી (AAP) પર હવાલાથી કરોડો રૂપિયા લાવવાના ગંભીર આક્ષેપો કરીને પ્રચંડ પ્રચાર કર્યો છે. તો બીજી તરફ, ગીર સોમનાથમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. બંને પક્ષોના નેતાઓ જાહેરસભાઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ડેડિયાપાડામાં હર્ષ સંઘવી ગરજ્યા: "ઝાડુવાળા 20 કરોડ લાવ્યા છે"

ડેડિયાપાડામાં યોજાયેલી ચૂંટણી સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર સીધા નિશાન સાધ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "ઝાડુવાળા દિલ્હીથી 20 કરોડ રૂપિયા હવાલા મારફતે લાવ્યા છે. તેમનો ઈરાદો ગામમાં અશાંતિ ફેલાવવાનો છે અને તેઓ દરેકને 100-100 રૂપિયા વહેંચવાના છે." સંઘવીએ નર્મદા જિલ્લામાં પણ AAP દ્વારા કરોડો રૂપિયા લાવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે લોકોને ખાસ અપીલ કરતા કહ્યું કે, આવા 'આપિયા-પાપિયા' અને કોંગ્રેસવાળાઓને કોઈએ ભૂલથી પણ પોતાના ગામમાં ઘૂસવા દેવા નહીં.

ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્મા અને વિમલ ચુડાસમા વચ્ચે વાક્યુદ્ધ

બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લામાં પણ ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે. અહીં વેરાવળના આદરી વાવડી ગામમાં સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "વિધાનસભામાં ગીર સોમનાથના આ ધારાસભ્ય સાવ ચૂપચાપ બેસી રહે છે. તેઓ વિસ્તારના પ્રશ્નો કે વિકાસ માટે સરકારમાં કોઈ જ રજૂઆત કરતા નથી. આ વિસ્તારમાં જે પણ વિકાસના કામો થાય છે, તે માત્ર ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખને કારણે જ થાય છે."

વિમલ ચુડાસમાનો રોકડો જવાબ

જગદીશ વિશ્વકર્માના આ આક્ષેપોનો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ રોકડો જવાબ આપ્યો હતો. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, "સરકારમાં હિંમત હોય તો એકવાર વિધાનસભાનું જીવંત પ્રસારણ (Live Telecast) કરીને દેખાડે, એટલે લોકોને સાચી ખબર પડી જશે કે કોણ બોલે છે ને કોણ ચૂપ રહે છે. ખાલી એક બેઠક જીતવા માટે જો ભાજપના પ્રદેશ પ્રમુખને છેક અહીં સુધી પ્રચાર માટે ધક્કો ખાવો પડતો હોય, તો એ જ વિમલ ચુડાસમાની ખરી તાકાત બતાવે છે."

Frequently Asked Questions

હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી (AAP) પર શું ગંભીર આક્ષેપો કર્યા છે?

હર્ષ સંઘવીએ AAP પર હવાલા મારફતે 20 કરોડ રૂપિયા લાવવાનો અને ગામમાં અશાંતિ ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેઓ લોકોને 100-100 રૂપિયા વહેંચીને લોકોને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર શું પ્રહારો કર્યા છે?

જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે વિમલ ચુડાસમા વિધાનસભામાં ચૂપચાપ બેસી રહે છે અને વિસ્તારના વિકાસ માટે સરકારમાં કોઈ રજૂઆત કરતા નથી. તેમણે કહ્યું કે વિસ્તારનો વિકાસ માત્ર ભાજપને કારણે જ થાય છે.

વિમલ ચુડાસમાએ જગદીશ વિશ્વકર્માના આક્ષેપોનો શું જવાબ આપ્યો?

વિમલ ચુડાસમાએ સરકારને વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવાનો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખને અહીં પ્રચાર માટે આવવું પડ્યું તે જ તેમની તાકાત દર્શાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Embed widget