Iskcon Bridge Accident case: તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં કરવામાં આવ્યા રજૂ, જાણો શું છે વિગત
અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Iskcon Bridge Accident case: અમદાવાદમાં મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને 10 લોકોને જીવતા કચડી નાખનાર તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થયા બાદ તેમને કોર્ટમાં લાવવામાં આવ્યાં હતા.
ગઈકાલે વીડિયો કોન્ફરન્સથી આરોપીએ ઘરનું જમવાનું ન મળતું હોવાની અને વકીલને ન મળવા દેવાની ફરિયાદ કરી હતી.. જેના અનુસંધાને કોર્ટે આજે જણાવ્યું હતું કે, આરોપીઓને જેલ મેન્યુઅલ પ્રમાણે ટિફિનની વ્યવસ્થા મળશે. હવે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ના કેસમાં ટ્રાયલ ચાલશે જેને લઇને વકીલ રોકવા માટે કોર્ટે 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ઉપરાંત તથ્ય પટેલને આગળ અભ્યાસ કરવા માટે માટે પુસ્તકો પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી કે અન્ય કોઈપણ નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી જે પણ અભ્યાસક્રમ લેવો હોય તે અભ્યાસક્રમ લઈને આરોપી તથ્ય પટેલ આગળ અભ્યાસ કરી શકશે.
શું છે સમગ્ર કેસ
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર મોડી રાત્રે થારની કારનો એક સામાન્ય અકસ્માત સર્જાયો હતો . જેના કારણે લોકોનું ટોળું મદદ માટે અહીં એકઠુ થયું હતું આ દરમિયાન પૂરપાર ઝડપે એક કાર બ્રીજ પરથી પસાર થઇ અને તે ટોળા પર ફરી વળતાં બ્રીજ પર મોજૂદ 10 લોકોને આ કારે કચડી નાખ્યા હતા. આ કાર તથ્ય પટેલ નામનો યુવક ચલાવતો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઇને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાના પગલે હાલ આરોપી તથ્ય પટેલ અને તેના પિતા જેલમાં છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
