chandrayaan 3: VIDEOમાં જુઓ વિક્રમ લેન્ડરમાંથી કેવી રીતે બહાર આવ્યું હતું પ્રજ્ઞાન રોવર, ઇસરોએ પોસ્ટ કર્યો બીજો વીડિયો
chandrayaan 3: ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યા બાદ હવે તેનું આગળનું કામ શરૂ કરી દીધું છે
chandrayaan 3: ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યા બાદ હવે તેનું આગળનું કામ શરૂ કરી દીધું છે. પ્રજ્ઞાન રોવર ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરથી બહાર આવ્યું છે. ઈસરોએ સોશિયલ મીડિયા વેબસાઈટ X પર પ્રજ્ઞાન રોવરનો એક વીડિયો શેર કર્યો છે. લગભગ 20 સેકન્ડના આ વીડિયોમાં પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર ઉતરતા જોઈ શકાય છે. વિક્રમ લેન્ડરના પ્લેટફોર્મ પરથી ઉતર્યા બાદ પ્રજ્ઞાન રોવર પણ થોડા ડગલાં આગળ જતું જોવા મળે છે.
... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર શું કરશે?
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે મળીને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. ચંદ્રની સપાટી પર પાણી શોધવાની સાથે પ્રજ્ઞાન રોવરમાં રોકાયેલા બે પેલોડ પણ અનેક પ્રકારના પ્રયોગો કરશે. પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધશે. પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરથી 500 મીટરની રેન્જમાં આગળ વધી શકશે. પ્રજ્ઞાન રોવરમાં કુલ 6 પૈડા છે અને રોવરના અંતિમ બે પૈડામાં ઇસરો અને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન લગાવાયેલું છે.
ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન લેસર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ચંદ્રની સપાટીની રાસાયણિક અને ખનિજ રચનાની તપાસ કરશે. રોવર પોતે પણ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરશે. અને આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (APEX) ચંદ્રની માટી અને ખડકોમાં મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પોટેશિયમ, કેલ્શિયમ, ટાઇટેનિયમ અને આયર્ન જેવા તત્વોને શોધવાનું કામ કરશે. પ્રજ્ઞાન રોવરમાં લાગેલી સોલાર પ્લેટ પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ફરવા માટે ઊર્જા પૂરી પાડે છે. પ્રજ્ઞાન રોવરમાં ફીટ કરાયેલા આધુનિક સેન્સર ચંદ્રની સપાટી પરથી ભૌગોલિક અને અન્ય મહત્વની માહિતી એકત્રિત કરશે અને તેને ઈસરોને મોકલશે.
ઇસરો એ ગુરુવારે (24 ઓગસ્ટ) ચંદ્રયાન-3 ના કેમેરામાં કેદ થયેલ લેન્ડિંગ સમયનો વિડીયો જાહેર કર્યો. ISRO એ ટ્વીટ કર્યું (X) કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી.ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાય છે. આ તે વિભાગનો વીડિયો છે જ્યારે લેન્ડર નીચે ઉતરી રહ્યું હતું. 23 ઓગસ્ટે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને અંતરિક્ષમાં ઇતિહાસ રચી દીધો. અહીં પહોંચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે.