શોધખોળ કરો

Rain Update: રાજ્યના આ વિસ્તારમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ, અંબાલાલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા

Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા.હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. વલસાડના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ  પાણી પાણી થઇ ગયા.

વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો.. પવન સાથે વરસેલા વરસદાથી રોડ રસ્તા પણ પાણી ભરાઇ ગયા. વડોદરાના ડભોઈમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાઇ ગયો. ડભોઈના ઝારોલા વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધરમપુરી, વડજ, ચનવાળા, સાઠોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો.

ક્યાં વિસ્તારમાં થશે વરસાદ

રાજ્યમાં આગામી પાંચ દિવસ છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે  આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી અને ડાંગમાં પણ છુટછવાયો વરસાદ થઇ શકે છે.  તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના ખેડૂતોએ હજુ પણ ચોસાસાની વિધિવત શરૂઆત માટે રાહ જોવી પડશે, ચોમાસું ઓડિશા પહોંચ્યું હોવાની હવામાન વિભાગે માહિતી આપી છે. આગામી બે દિવસ હજુ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાન નિષણાત અંબાલાલનું અનુમાન

હવામાન નિષણાત અંબાલાલના અનુમાન મુજબ જૂન મહિનાના અંતિમ ત્રણ દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ગોધરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી  અંબાલાલ પટેલ કરી છે.

આ 3 દિવસે ગુજરાતમાં થશે જળબંબાકાર, અંબાલાલ પટેલની વરસાદને લઈને વિસ્ફોટક આગાહી

બિપરજોય વાવાઝોડા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને મોટી નુકશાની વેઠવી પડી હતી. તો હવે જૂનના છેલ્લા ત્રણ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં જળબંબાકારની આગહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે,

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28, 29 અને 30 જૂનના રોજ પડશે અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ કરી છે. જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં મહેસાણા,વડોદરા,અમદાવાદ અને ગોધરાનો સમાવેશ થાય છે. તો બીજી તરફ ભાવનગરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 28,29 અને 30 જૂન દરમિયાન 10 ઇંચથી વધુ વરસાદ પડશે. વલસાડ અને આસપાસમાં અતિભારે વરસાદ થશે. નર્મદાના નદી કિનારાના વિસ્તારમાં અતિભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે વહેતી જોવા મળી તેવી પણ આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ થઈ સક્રિય

રાજ્યમાં ચોમાસા માટે ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ છુટા છવાયો વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત - ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે હાલ પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ચોમાસું ઓડિશા સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં 37-38 ડિગ્રી તાપમાન રહી શકે છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget