શોધખોળ કરો

Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

રાજ્યમાં વરસાદને લઈ  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  કચ્છમાં પણ આગામી 7 દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે.  

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વધારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન  રહેશે.   

સામાન્ય વરસાદની આગાહી

16થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે.  જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ કચ્છ,  રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,  જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે. 

દેશના અનેક રાજ્યમાં વરસાદની આગાહી 

દેશના અલગ-અલગ ભાગોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલના સમયમાં  ચોમાસું નબળું પડવાનું શરૂ થયું છે. જો કે આ વખતે વરસાદની મોસમ લાંબી ચાલશે. આ જ કારણ છે કે ચોમાસાનો વરસાદ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

 રાજ્યના ક્યાં ડેમ થયા ઓવરફ્લો

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યના કુલ 207  પૈકી 117 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો કચ્છ-સૌરાષ્ટ્રના 97 જળાશયો, જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 18 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.  તો ઉત્તર ગુજરાતના બે જળાશયો  છલોછલ ભરાયા છે.

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 167 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે તો 90 ટકાથી વધુ ભરાયેલા 146 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ પર.. જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.                                                 

સિઝનમાં વરસેલો વરસાદ

રાજ્યમાં આ વખતે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ બ્રેક સિઝનનો 124.99 ટકા વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32  ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.18 ટકા વરસાદ વરસી ચૂક્યો છે..જ્યારે મધ્ય ગુજરાતમાં 121.03 ટકા તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.66 ટકા વરસાદ વરસ્યો છે. 

Gujarat Rain Update: રાજ્યના આ 14 જિલ્લામાં વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget