Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Rain Alrt : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. નવરાત્રિની શરુઆતથી જ વરસાદી માહોલ રહેશે. 22 તારીખથી નવરાત્રિનો તહેવાર શરુ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે. પ્રથમ નોરતાથી જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નવરાત્રિના શરૂઆતના દિવસોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 33 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જે સામાન્ય કરતા 26 ટકા વધુ છે. આજે પણ અનેક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોઅલ લાઈન સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતના ક્ચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે.
ગુજરાતમાં 108 ટકા કરતાં વધારે વરસાદ
કચ્છ જિલ્લામાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘટ છે.





















