Jagannath rath yatra 2021 live: અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદિર પહોંચ્યા
Rath Yatra 2021 live updates : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
LIVE
Background
Rath Yatra 2021 live updates
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. આ પહેલા રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી હતી.
Rath Yatra 2021 live updates : રથયાત્રા સંપન્ન
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રી સંપન્ન થઈ છે. રથ નિજમંદિર પરત ફર્યા છે. નિર્વિઘ્ને રથયાત્રી સંપન્ન થઈ છે. માત્ર ત્રણ કલાક 40 મિનિટમાં રથયાત્રી પૂરી થઈ. પોલિસના તમામ ઉચ્ચ અધિકારીઓ ખડેપગે રહ્યા હતા.
Jagannath Rath Yatra 2021 : વડોદરામાં રથયાત્રા શરૂ
જગન્નાથ રથ યાત્રા નો પ્રારંભ.
મંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડીયા, ધારાસભ્યો સહિત અનેક નેતાઓ પૂજાવિધિ માં જોડાયા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ યાત્રા.
મંત્રી યોગેશ પટેલ એ વ્યક્ત કર્યું, કરફ્યુ માં ભગવાન જગન્નાથ ની રથયાત્રા યોજાઈ તેનું દુઃખ, કહ્યું ભગવાન 2 કલ્લાક વરસાદ રોકે તેવી પ્રાર્થના.
મેયર કેયુર રોકડીયા એ શહેરીજનો ને ઘરેજ સોસિયીયલ મીડિયા માં ભગવાન ના દર્શન કરવા આગ્રહ કર્યો.
પોલીસ કમિશ્નર સમશેરસિંહ એ કરફ્યુમાં લોકોએ કરેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.
પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા
રથયાત્રામાં સૌથી આગળ પોલીસના વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રાયપુર ચાર રસ્તા કે જ્યાં રથયાત્રા પહોંચે તે પહેલાં માનવ મહેરામણ ઉમટતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રસ્તા પર માત્ર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે.
મોસાળ પહોંચ્યા ભગવાન
સરસપુરમાં રથયાત્રાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જાડેજાએ સ્વાગત કર્યું.
રથયાત્રાએ સરસપુરથી પ્રસ્થાન કર્યું.
લાખો લોકો ઘરમાં બેસીને ભગાવનના દર્શન કરી રહ્યા છે.
સંપૂર્ણ સાવચેતી સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સામે જાગૃતિ લાવવા રથને માસ્ક પહેરાવવામાં આવ્યું
ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને ભક્તો વગર જ નીકળી છે. ત્યારે જનતામાં પણ કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.