શોધખોળ કરો
Advertisement
જામનગરઃ મેડિકલ સ્ટોરના સંચાલકે કેમ કર્યો આપઘાત? સૂસાઇડ નોટમાં થયો મોટો ધડાકો
હિતેશ પરમારે સૂસાઇડ નોટમાં કનુભાઈ અને રમણભાઈ નામની બે વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. તેમજ બંને લોકો હેરાન કરી પરિવારને જાનથી મારી નાંખવાની ધામકી આપતા હોવાનું જણાવ્યું છે.
જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા મેડિકલ સ્ટોરના સંચાલકો પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 42 વર્ષીય હિતેશ પરમારે સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જામનગર પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
હિતેશ પરમારે સૂસાઇડ નોટમાં કનુભાઈ અને રમણભાઈ નામની બે વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. તેમજ બંને લોકો હેરાન કરી પરિવારને જાનથી મારી નાંખવાની ધામકી આપતા હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, જમીન લઈ લેવાની ધમકી પણ બંને આપતા હતા. હાલ, મૃતકના પરિવારજનો એસપી ઓફીસે રજૂઆત માટે પહોંચ્યા છે.
પોલસીને તપાસ દરમિયાન સૂસાઇડ નોટ મળી આવી હતી, જેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સૂસાઇડ નોટમાં હિતેશ પરમારે દીકરાને ડોક્ટર થવા માટે કહ્યું છે. હિતેશ પરમારના આપઘાતને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement