શોધખોળ કરો

જાન્યુઆરીમાં ઠંડી પડશે કે વરસાદ ? વાંચો નવા વર્ષમાં હવામાન વિભાગ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી

Winter Alert: આગામી મંગળવાર સુધીમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. જ્યારે આજ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે

Winter Alert: આજથી દુનિયાભરમાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં શિયાળી ઠંડી બરાબર જામી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર ઠંડી સાથે કૉલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જાણો હવામાન વિભાગ અને આગાહીકારોના મતે જાન્યુઆરી મહિનો અને નવા વર્ષમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન.

રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડી કેવી પડશે અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આજે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીના મતે સમજીએ. અમદાવાદ હવામાન વિભાગની વેબસાઇટ પર જણાવેલી માહિતી પ્રમાણે, આજથી પાંચમી જાન્યુઆરી સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાત રાજ્યમાં તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના દર્શાવાવમાં આવી છે.

હવામાન વિભાગની આગાહી - 
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહન્તીએ ગુરૂવારે જણાવ્યુ હતુ કે, આગામી મંગળવાર સુધીમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. જ્યારે આજ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી - 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે જેના કારણે 29 ડિસેમ્બરના રોજ ઠંડીનો ચમકારો વધશે. પરંતુ અરબ સાગરમાં ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરુઆતમા અરબ સાગરમા લો પ્રેશર બનવા જઈ રહ્યુ છે. આ સિસ્ટમ મજબુત બનશે. અને બંગાળના ઉપસાગરમા પણ લો પ્રેશર બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીના હવામાન અંગે જણાવ્યુ છે કે, 1થી 5 જાન્યુઆરીના રોજ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.

પરેશ ગોસ્વામીની આગાહી - 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થવાથી ગુજરાતના હવામાનમાં લગભગ 1થી 3 જાન્યુઆરી દરમિયાન ફેરફારો થઈ શકે છે અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આમ થવાથી દિવસનું જે મહત્તમ તાપમાન હાલ ચાલી રહ્યું છે તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આમ નવા વર્ષની શરુઆત સાથે પહેલા અઠવાડિયામાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Embed widget