Accident: ગોધરા હાઇવે પર પૂરપાટ ઝડપે આવતી જીપે બાઇકને લીધો અડફેટે, 2 લોકોના મોત
પંચમહાલના ગોધરાના મોરા હાઇવે પાસે સ્પીડમાં આવતી જીપે બાઇકને અડફેટે લેતા બંનના મોત, ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા અકસ્માત
Accident: પંચમહાલના ગોધરાના મોરા હાઇવે પાસે સર્જાયેલા રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.પંચમહાલ ગોંધરાના મોરા હાઇવે પાસે જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ગઇકાલે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઉલ્લેખનિય છે કે,ખાનપુર હોસ્પિટલમાંથી દવા લઈ બાઇક પર દાદી અને પૌત્રને પરત ફરતા હતા આ સમયે જીપ ચાલકે તેને અડફેટે લેતા દાદીનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો બાઇક ચલાવનાર પૌત્રને ગંભી ઇજા પહોંચી હતી દો કે તેમને હોસ્પિટલ લઇ જતાં સમયે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. સ્પીડમાં આવતી જીપના ડ્રાઇવરે સ્ટચરિંગ પરથી કાબૂ ગૂમવતા અકસ્માત સર્જાયો હતો.
તો બીજી તરફ કચ્છમાં ગણેશ વિસર્જન સમયે 3 લોકો તળાવમા ડૂબી જતાં મોત થયા છે.:ગણેશ વિસર્જન સમયે કચ્છના ગાંધીધામમાં અંતરજાળ ગામ પાસેના તળાવમાં ડૂબી જતા ત્રણના મોત થયા છે જ્યારે 2 લોકોને બચાવી લેતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોના મૃતદેહને આદિપુરની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. ઘટના સમાચાર મળતાં મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તો બીજી તરફ રાજકોટમાં રાજકોટમાં આજી ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.ગણેશ વિસર્જન કરતા સમયે ડૂબી જવાથી મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતા. ત્યા દુર્ઘટના ઘટી હતી. મામા રામભાઇની ઉંમર ૩૩ વર્ષ હતા જ્યારે હર્ષ નામના તેમના ભાણેજની ઉંમર ૧૯ વર્ષ હતી. એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
બંને યુવાનો ડૂબતા હોય તેવા લાઇવ વિડિયો આવ્યા સામે આવ્યો છે. યુવકોના પરિવારજનો બહાર ઊભા છે અને યુવાનો ડૂબી રહ્યા છે. મામા કેતન ઉર્ફે રામભાઈને બેટરીની દુકાન છે અને ભાણેજ અભ્યાસ કરતો હતો.. બંને યુવાનો પરિવારની નજર સામે ડૂબતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. સમગ્ર બનાવ લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક શર્ટ વાળો યુવાનને તરતા આવડતું હોવાથી તે બચી જાય છે અને આ બંને યુવાનો ડૂબી જાય છે.