Junagadh: SIR ની કામગીરી માટે રાત્રે શિક્ષકોને બોલાવાતા વિવાદ, શૈક્ષિક સંઘમાં જોરદાર આક્રોશ
Junagadh: જૂનાગઢમાં શિક્ષકોએ SIRની લઇને વિરોધ નોંધાવ્યો છે. 200થી વધુ મહિલા શિક્ષકો- બીએલઓને રાત્રીના સમયે બોલાવાયા જુનાગઢમાં પ્રાંત કચેરીએ બોલાવવામાં આવ્યા હોવાથી વિવાદ ઉભો થયો છે

Junagadh: રાજ્યમાં હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે, શિક્ષકોને SIRની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ હવે જુનાગઢમાં શિક્ષકોએ ફરી એકવાર આ કામગીરીને લઇને વિરોધ નોંધાવ્યો છે. માહિતી પ્રમાણે, SIRની કામગીરી માટે રાત્રીના સમયે પણ શિક્ષકોને બોલાવતા વિવાદ ઉભો છે. 200થી વધુ સુપરવાઈઝર BLOને જુનાગઢ પ્રાંત કચેરીએ બોલાવતા વિવાદ ઉભો થયો છે. SIRની ડ્યુટીના કારણે શિક્ષણકાર્ય પર ગંભીર અસર પડતી હોવાનો આરોપ છે અને આ રીતની પ્રશાસનની કાર્યવાહીથી શૈક્ષિક સંઘમાં આક્રોશ ફેલાયો છે. જોકે, આ સમગ્ર મામલે હાઈસ્પીડ ઈન્ટરનેટમાં ચોકસાઈથી કામગીરી માટે બોલાવાયાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
જૂનાગઢમાં શિક્ષકોએ SIRની લઇને વિરોધ નોંધાવ્યો છે. 200થી વધુ મહિલા શિક્ષકો- બીએલઓને રાત્રીના સમયે બોલાવાયા જુનાગઢમાં પ્રાંત કચેરીએ બોલાવવામાં આવ્યા હોવાથી વિવાદ ઉભો થયો છે. પ્રાંત કચેરીએથી ઓચિંતા સાંજે 6 કલાકે ટેલિફોનીક જાણ કરીને શિક્ષકો અને કર્મચારીને બોલાવ્યા હતા. આ વાતને લઇને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શીશાંગીયા વિરોધ નોંધાવ્યો હતો, તેમની માંગ છે કે, આ SIRની કામગીરીમાં ચૂંટણી પંચે સરળ પધ્ધતિ અપનાવાવી જોઇએ, કેમકે રાષ્ટ્રીય કામગીરીમાં શિક્ષકો નિષ્ઠાપૂર્વક કરી રહ્યાં છે. બીએલઓ મોટા ભાગના શિક્ષકો છે, જેના કારણે શિક્ષણકાર્ય પણ ખોરવાઇ રહ્યું છે અને આગામી ફેબ્રુઆરીમાં પરીક્ષા પણ આવી રહી છે. જોકે, રાત્રીના સમયે શિક્ષકોને બોલાવાયા પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે, દિવસના સર્વર ડાઉન થઇ જાય છે, અને રાત્રે હાઇ સ્પીડ ઇન્ટરનેટ સાથે કામ થઈ શકે છે, જેથી મુંઝવતા પ્રશ્નો સરળતાથી હલ કરી શકાય છે. એક સચોટ મતદાર યાદી તૈયાર કરી શકાય છે.
AMCના 300 કર્મચારીઓ SIR કામગીરીમાં
સૂત્રોના જણાવ્યાનુસાર, AMCના 300 કર્મચારીઓને કલેક્ટર કચેરી અને ચૂંટણી અધિકારી અમદાવાદ ખાતે ફાળવવામાં આવ્યા છે અને તેમની સીધી દેખરેખ, સૂચના મુજબ કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આમ, AMCના 300 કર્મચારીઓએ શહેરના જુદા જુદા વિધાનસભા મતવિસ્તારોમાં મતદારો તેમજ મતદાન મથકોના BLOને મદદરૂપ થવા અને SIRની કામગીરી માટે સીધે સીધા ફરજના સ્થળે જવાની સૂચના આપવામાં આવી હોવાથી AMCના કર્મચારીઓએ મ્યુનિ. કચેરી, ઝોનલ ઓફિસોમાં પણ જવાનું નથી. AMC કમિશનર દ્વારા SIRની કામગીરી માટે 300 કર્મચારીઓને તા. 18 નવેમ્બરથી તા. 4 ડિસેમ્બર, 2025 સુધી ફાળવવા અંગેનો સરક્યુલર જારી કર્યો છે. આમ, લગભગ એક પખવાડિયા સુધી AMCના પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય વિભાગોની કામગીરીને માઠી અસર થશે. SiRની કામગીરી માટે એક પખવાડિયા માટે ફાળવવામાં આવેલ કર્મચારીઓને કારણે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં મોટાભાગના ટેબલ, ખુરશી ખાલી જોવા મળે છે અને કર્મચારીઓની ગેરહાજરી સૂચક બની રહી છે.





















