(Source: ECI/ABP News/ABP Majha)
Girnar: આજથી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ, પર્વત પર હજારો સ્પર્ધકોનો જમાવડો, જીતનારને મળશે 50 હજારનું ઇનામ
રાજ્યમાં ઠંડીની ઋતુ જામી છે, ત્યારે ગુજરાતમાં હીલ સ્ટેશન ગણાતા ગિરનારમાં સહેલાણીઓનો જમાવડો શરૂ થયો છે
Girnar, Junagadh News: રાજ્યમાં ઠંડીની ઋતુ જામી છે, ત્યારે ગુજરાતમાં હીલ સ્ટેશન ગણાતા ગિરનારમાં સહેલાણીઓનો જમાવડો શરૂ થયો છે. ખરેખરમાં, આજથી જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઇ છે. આ 38મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે રાજ્યમાંથી 1175 સ્પર્ધકોએ નામ નોંધાવ્યા હતા. હાલમાં ગિરનારમાં સ્પર્ધકો ઉમટી પડ્યા છે.
આજથી જૂનાગઢના ગિરનાર પર્વત પર માનવ મહેરાણન ઉમટી પડ્યુ છે, આજથી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઇ છે, જેના કારણે બપોરે 12 વાગ્યા સુધી ગિરનાર સીડીના પગથિયા પર લોકોની અવરજવરને બંધ કરવામાં આવી છે. ખાસ વાત છે કે, આજથી 38મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ થઇ છે, જેના માટે પહેલાથી મોટા પ્રમાણમાં 1175 સ્પર્ધકોએ પોતાના નામ નોંધાવ્યા હતા. આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાઈયો માટે 5500 પગથિયાંની સ્પર્ધા છે, જ્યારે બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા રાખવામાં આવી છે. આજે અહીં રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા છે, ગિરનારની આ આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકને 50 હજારનું ઇનામ આપવામાં આવશે. સ્પર્ધાને લઈને આજે બપોરે 12 કલાક સુધી ગિરનાર સીડીના પગથિયાં પર અવ-જવર બંધ રખાઇ છે.
ગિરનાર અને દાતાર પર્વત પર હવે આ વસ્તુઓ લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ, આજથી જ થશે અમલવારી
પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. આજથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની કોઇપણ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધની આજથી અમલવારી શરૂ થઇ જશે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. .. 600 વેપારીને પ્રશાસને આપ્યા 600 વોટર જગ આપ્યા છે. વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટિકની બોટલ સહિતની ડિસ્પોઝિબલ વસ્તુઓ યુઝ એન્ડ થ્રો હોવાથી લોકો તેનો યુઝ કરીને પર્વત પર ફેકી દેતા હોય છે. જેના કારણે સુંદર રમણીય પર્વત પર પ્લાસ્ટિકનો કચરો જમા થતો જાય છે. પર્યાવરણ અને આપણી કુદરતી સંપદાના જતન માટે અને આ સ્થળો પર સ્વચ્છતા જળવાય રહે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની આજથી જ અમલવારી કરવામાં આવશે.
જૂનાગઢ ગિરનારનો ઇતિહાસ
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9.999 પગથિયા છે, પણ ખરેખર 11000 પગથિયા છે. અહીં દર વર્ષે ગિરનારની પરિક્રમા યોજાઇ છે. જેને લીલી પરિક્રમા કહેવાય છે. જેમાં દર વર્ષે લાખો લોકો જોડાય છે.