શોધખોળ કરો

Junagadh Rain: ઘેડ પંથક જળબંબાકાર, સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ

હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસમો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

Latest Junagadh News: સૌરાષ્ટ્રમાં હાલ સારો વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના ઘેડમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મૂળિયાશા ગામની બજારમાં પાણી ફરી વળ્યા છે, પરિણામે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. મૂળિયાશા ગામમાં દફન વિધિ માટે લોકો પાણીમાં ચાલીને પસાર થતાં જોવા મળ્યા હતા. ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના માળીયા, માંગરોળ અને માણાવદરમા ભારે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસમો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા ઓડિશા પર બનેલ છે જે ધીમે ઘીમે ગુજરાત તરફ આગળ વઘતા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22 જુલાઇ સુઘી વરસાદ પડવાની શકયતા છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક ગરમીનો અનુભવ થયો હતો જોકે 22  જુલાઇ સુધીમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડી શકે છે. એટલે કે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 17 જુલાઇ એટલે કે આજે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રનાં અમરેલી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Junagadh Rain: ઘેડ પંથક જળબંબાકાર, સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ

આગામી ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનુ અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારીમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરેલી, બોટાદ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદની શકયતા છે. ખાસ કરીને આવનાર દિવસોમાં . કચ્છમાં પણ ચોમાસુ એક્ટિવ થતા વરસાદની શરૂઆત થશે. 18થી 22 સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. ઉતર ગુજરાતમાં પણ વરસાદી શક્યતા છે. ખેડા અમદાવાદ આણંદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

કેટલાક રાજ્યમાં ચોમાસું ભરપુર જામ્યું છે. આવી સ્થિતિમાં ઘણા એવા રાજ્યો છે જે પૂરની ઝપેટમાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે  ઓરેંજ  ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, તામિલનાડુ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 17 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget