મહારાષ્ટ્રથી ગુજરાતના આ મોટા શહેરમાં આવેલા સાત લોકો સામે કેમ નોંધાયો ગુનો ?
મહારાષ્ટ્રથી જૂનાગઢ આવેલા સાત લોકો પાસે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પોલીસે આરટીપીસીઆર રિપોર્ટ માંગ્યો હતો. કોઈ પણ વ્યક્તિ પાસે આ રિપોર્ટ ન હોવાથી જૂનાગઢ રેલવે પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી. ગુજરાત સરકારના જાહેરનામા મુજબ રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.
જૂનાગઢ: ગુજરાતમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ (Gujarat Corona Cases) ધારણ કર્યુ છે, જેના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કોરોનાને કાબુમાં લેવા અનેક પ્રકારના નિયંત્રણો લાગુ કર્યા છે, જે મુજબ અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR Test) ફરજિયાત કરાયો છે.
આ દરમિયાન મહારાષ્ટ્રથી જૂનાગઢ આવેલા સાત લોકો પાસે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પોલીસે આરટીપીસીઆર રિપોર્ટ માંગ્યો હતો. કોઈ પણ વ્યક્તિ પાસે આ રિપોર્ટ ન હોવાથી જૂનાગઢ રેલવે પોલીસે (Railway Police) તમામ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી. ગુજરાત સરકારના જાહેરનામા મુજબ રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૭,૪૬૮ નવા કેસ નોંધાયા હતા અને ૫૬૮ દરદીને કોરોના ભરખી ગયો હતો. જ્યારે ૫૪,૯૮૫ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને રાજ્યમાં રોનાના ૬,૯૫,૭૪૭ એક્ટિવ કેસ છે. જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લે છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.