Gujarat Assembly Election Result: ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનું ખાતું ખુલ્યું, કાંધલ જાડેજાની જીત
Gujarat Assembly Election Result: આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચામાં રહેલી સીટ હોય તો તે ગોંડલ અને કુતિયાણ વિધાનસભા હતી. કારણ કે આ બેઠક ઉપર તાકાતવર નેતાઓ ચૂંટણી લડતા હતા.
Gujarat Assembly Election Result: આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચામાં રહેલી સીટ હોય તો તે ગોંડલ અને કુતિયાણ વિધાનસભા હતી. કારણ કે આ બેઠક ઉપર તાકાતવર નેતાઓ ચૂંટણી લડતા હતા. કુતિયાણાની આ હાઈપ્રોફાઈલ બેઠક ઉપર ચોપાખિયો જંગ હતો. જેમાં કોંગ્રેસ, ભાજપ અને આપ જેવા મોટા રાજકીય પક્ષોને પાછળ મુકી અને સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી લડતા કાંધલ જાડેજાનો ભવ્ય વિજય થયો છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates
આ સપાની સાયકલ કુતિયાણા વિધાનસભા બેઠક પર સોનાની બની ગઈ છે. કુતિયાણા વિધાનસભાની હાઈપ્રોફાઈલ બેઠક ઉપર આ વખતે ભાજપમાંથી ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા, આપમાંથી ભીમા દાના મકવાણા અને સમાજવાદી પાર્ટીમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડી રહ્યા હતા. આ ચોપાખિયા જંગમાં કોણ મેદાન મારશે તે કહેવું કપરૂ બની ગયું હતું. આ બેઠકમાં આ વખતે પ૮ ટકા જેવું મતદાન થયું હતું જે ગત વિધાનસભા બેઠક કરતા ૩ ટકા ઓછું હતું. આ ઓછું મતદાન પણ કોને ફળશે તે કહેવું મુશ્કેલ બની ગયું હતું.
જો કે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં કાંધલ જાડેજા 26000 મતોથી વિજય બન્યા હતાં. જેને પગલે કાંધલ જાડેજાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાંધલ જાડેજા પોતાના સમર્થકો સાથે પોતાના મત વિસ્તાર રાણાવાવ અને કુતિયાણા વિજય સરઘષ માટે નિકળ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. પુષ્પોની વર્ષા, અબીલ ગુલાલોની છોડો વચ્ચે ઢોલ-શરણાઈ વાગતા હતા અને ફટાકડાનો અવાજ જાણે જીતના અવાજને બુલંદ કરતો હોય તેવી અનુભૂતિ જોવા મળી હતી અને કાંધલજાડેજાએ પોતાના મત વિસ્તારના લોકોનો તેમજ કાર્યકર્તાઓનો હ્દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
અમિત શાહના સંસદીય મત વિસ્તાર કલોલમાં 15 વર્ષ પછી કમળ ખીલ્યું
કલોલમાં ભાજપની જીત થતાં 15 વર્ષ બાદ આ બેઠક પર કમળ ખીલ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર લોકસભામાં આવતી તમામ 7 બેઠકો પર ભાજપની જીત થઈ છે. અગાઉ ગાંધીનગર ઉત્તર અને કલોલ બંને સીટ કોંગ્રેસનો ગઢ હતી. અમદાવાદમાં ઘાટલોડીયા, સાબરમત્તી અને નારણપુરા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત તમામ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ છે. જ્યારે વેજલપુર સીટ પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ છે.
સાવરકુંડલામાં ખીલ્યું કમળ
સાવરકુંડલામાં ભાજપના મહેશ કસવાલાની 3492 મતે જીત થઈ છે. સાવરકુંડલામાં ભાજપના મહેશ કસવાલાને 63,447, કોંગ્રેસના પ્રતાપ દૂધાતને 59945 અને આમ આદમી પાર્ટીના ભરત નાકરાણીને 7754 મત મળ્યા હતા. નોટાને 2506 મત મળ્યા હતા.
સોમનાથમાં આપને મળ્યાં 32 હજારથી વધુ વોટ
સોમનાથમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાને 73,356 મત મળ્યા છે, જ્યારે ભાજપના માનસિંગ પરમારને 72,235 વોટ મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારનો 922 વોટથી વિજય થયો છે. આમ આદમી પાર્ટાના જગમલવાળાને 32,828 અને નોટાને 1518 વોટ મળ્યા છે.
ડેડિયાપાડા સીટ પરથી જીતનારા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા કોણ છે ?
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ છે. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા છે.