શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં SBI બ્રાન્ચ મેનેજરને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ
શહેરના આંબાવાડી વિસ્તારના આલીશાન એપાપ્ટમેન્ટમાં રહેતા એસબીઆઈ મેનેજરનો કોરોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કેશોદઃ કોરોનાનો પ્રકોપ હવે ધીમે ધીમે નાના શહેરો અને ગામડામાં વધી રહ્યો છે. લોકડાઉન 4.0માં છૂટછાટ આપ્યા બાદ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા પણ નાના શહેરો અને ગામડામાં કોરોના કેસો વધી રહ્યા છે. કેશોદમાં પણ આજે કોરોનાનો વધુ એક કેસ આવ્યો છે.
મળતી માહિતી મુજબ કેશોદમાં એસબીઆઈ બ્રાન્ચ મેનેજર કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરના આંબાવાડી વિસ્તારના આલીશાન એપાપ્ટમેન્ટમાં રહેતા એસબીઆઈ મેનેજરનો કોરોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશોદમાં અમદાવાદથી આવેલા ૬૦ વર્ષીય વ્યક્તિનો આવ્યો કોરોના પોઝીટીવ આવ્યો છે.
કેશોદમાં વધુ એક કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કેશોદમાં અત્યાર સુધીમાં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢમાં અત્યાર સુધીમાં કુલ 18 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાંથી 4 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. જોકે જુનાગઢ જિલ્લામાં એક પણ મૃત્યુ કોરોનાને કારણે થયું નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4713 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 18179 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion