KHEDA : ધર્મ પરિવર્તનનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, દક્ષિણ કોરિયાના શખ્સ સહીત 5 આરોપીઓની ધરપકડ
Kheda conversion racket : ખેડા પોલીસ SOGએ આ મામલે પાંચ આરોપીઓની અટકાયત કરી ખેડા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે.
![KHEDA : ધર્મ પરિવર્તનનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, દક્ષિણ કોરિયાના શખ્સ સહીત 5 આરોપીઓની ધરપકડ Kheda conversion racket International conversion racket caught in Kheda, 5 detained including South Korean man arrested KHEDA : ધર્મ પરિવર્તનનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, દક્ષિણ કોરિયાના શખ્સ સહીત 5 આરોપીઓની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/000d9ea84aaf4dc6f990b1459668024a1661093191401392_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Conversion in Gujarat : ખેડાની એક સ્કૂલમાં ધર્મ પરિવર્તનનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. ખેડાના નવાગામ પાસેના અડાસણ ગામની સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હતી. ખેડા પોલીસ SOG દ્વારા બાતમીના આધારે આજે રેડ કરવામાં આવી હતી. ખેડા પોલીસ SOGએ આ મામલે પાંચ આરોપીઓની અટકાયત કરી ખેડા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે.
સ્કૂલમાં ધર્મ પરિવર્તનના આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એક દક્ષિણ કોરિયાનો આરોપી હોવાનું જાણવા મળેલ છે. હાલ મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળ જતા આ સમગ્ર મામલે મોટા ખુલાસાઓ થઇ શકે છે.
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનના લોકોએ રેકેટ ઝડપ્યું
ખેડા જિલ્લાના ખેડા તાલુકાના અડાસર ગામે વિશેષ રીતે કોરિયન લોકો દ્વારા ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. સ્થળ પરથી 6 લોકોને ઝડપી પુછપરછ હાથ ધરવામાં આવી છે. વિવિધ પ્રકારની લોભ - લાલચ આપીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનના લોકોએ આ સમગ્ર રેકેટ ઝડપ્યું છે. ધર્માંતરણની માહિતી મળતાં હિન્દુ સંગઠનના લોકો તપાસ અર્થે પોહચ્યા હતા. ધર્માંતરણની ઈચ્છા રાખનાર તરીકે ડમી સ્થાનિક બનીને સમગ્ર મોરેસ ઓપરેન્ડી જાણી હતી અને સમગ્ર રેકેટનો પ્રદાફાશ કર્યો હતો.
બાઇબલ સહીતની સાહિત્ય સામગ્રી પકડાઈ
પોલીસને અડાસરની પ્રાથમિક શાળામાંથી પકડાયેલા ધર્મપરિવર્તનના આ રેકેટમાં સ્થળ પરથી બાઇબલ સહીતની ખ્રિસ્તી સંપ્રદાયની સાહિત્ય સામગ્રી મળી આવી હતી.
નજરે જોનારા સ્થાનિક વ્યક્તિએ જણાવી સમગ્ર હકીકત
ધર્મપરિવર્તનનું આ રેકેટ નજરે જોનારા સ્થાનિક સંજય ભરવાડ નામના વ્યક્તિએ એબીપી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ જયારે પસાર થઇ રહ્યાં હતા ત્યારે ઈસુના ગીત સંભળાયા, ગામમાં કોઈ ખ્રિસ્તી સમુદાયનું ન હોવાથી જિજ્ઞાસાના કારણે તેઓ ત્યાં જોવા ગયા તો શાળાના બાળકોને ચિત્ર સ્પર્ધાના નામે કલર આપી ચિત્ર દોરાવવામાં આવતા હતા.
આગળ તેમણે કહ્યું કે ધર્મપરિવર્તન કરાવવા આવનાર લોકો બાળકોને પૂછી રહ્યાં હતા કે તમારે શું બનવું છે? કોઈએ ડોક્ટર કહ્યું, કોઈએ એન્જીનીયર કહ્યું. ત્યારે ધર્મપરિવર્તન કરવાનારાઓએ કહ્યું કે ઈસુ ભગવાન પર શ્રદ્ધા રાખશો તો તમારી બધી મનોકામના પુરી થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)