શોધખોળ કરો

Kheda: ગળતેશ્વરમાં માતાએ  પુત્ર-પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી, ગામમાં શોકનો માહોલ 

ખેડાના ગળતેશ્વરમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અહીં માતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમા ઝંપલાવ્યું હતું.

ખેડા:  ખેડાના ગળતેશ્વરમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અહીં માતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમા ઝંપલાવ્યું હતું.  પતિ અમદાવાદમાં મજુરી કામ કરે છે.  ઠાસરા તાલુકાના ઉનાળિયા ગામથી ગઈકાલે બે બાળકો સાથે માતા નિકળી હતી. 
   
અસ્થિર મગજની માતા અગાઉ પણ ઘર છોડી ચાલી ગઈ હતી.  ગઈકાલે બે બાળકો સાથે મહિ કેનાલમાં ઝંપલાવ્યું હતું.  મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે.  બનાવને લઈ ઉનાળિયા ગામમાં શોકનો માહોલ છે.  માતા અને બાળકોના મૃતદેહને પીએમ માટે સેવાલીયા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.  

સેવાલીયા પોલીસે આ ઘટનામાં ગુનો દાખળ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  મેનપુરા સેવણિયા વિસ્તારમાંથી તમામ લાશ મળી આવી છે.  

ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે. 

મૃતકોના નામ 

હીનાબેન વિજયભાઈ રાઠોડ ઉંમર-23 વર્ષ  ઉનાળિયા 

રિયાબેન વિજયભાઈ રાઠોડ ઉંમર-  5 વર્ષ 

જયરાજ રાઠોડ ઉંમર- 3 વર્ષ

Ahmedabad: રમતા રમતા બાળક સાબરમતીમાં પડ્યું, તેને બચાવવા જતા માતાપિતા પણ ડૂબવા લાગ્યા ત્યાં જ દેવદૂત બનીને આવી પોલીસ

વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગઈકાલે રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે દુર્ઘટના ઘટી હતી. હકિકતમાં જ્યારે આ દંપત્તિ રિવરફ્રન્ટમાં બેઠું હતું ત્યારે તેમનો દીકરો નદીમાં પડી ગયો હતો. જે બાદ પોલીસે બોટ મારફતે રેસ્ક્યુ કરી સુરક્ષિત રૂપે બહાર કાઢ્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો મહંમદ જુબેર ગુલામ મુસ્તુફા શેંખ નામના વ્યક્તિ પોતાની પત્ની ફરહોના તથા 3 વર્ષના દિકરા મહંમદ યુહાન સાથે રીવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિવરફ્ર્ન્ટ વોક-વેના ભાગે ફરવા માટે આવ્યા હતા.  સ્કાઈલાઈન નજીક સરદાર બ્રિજ નીચે રિવરફ્ર્ન્ટની બેઠક ઉપર બેઠેલ હતા, તે સમયે વખતે નાનો દીકરો મહંમદ યુહા રમકડા સાથે રમતો હતો. તે દરમિયાન રમકડું સાબરમતી નદીમાં પડતા બાળક પણ સાબરમતી નદીમાં પડ્યું. જેને બચાવવા બાળકની માતા ફરહોના તથા પિતા મહંમદ જુબેર પણ નદીમાં પડ્યા, પરંતુ તેઓને તરતા આવડતુ ન હતુ. જેથી તેઓ ડુબવા લાગ્યા.

 આ વખતે જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની પી.સી.આર. ગાડીના ઓ.એસ.ડી. ભરત ગંભુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અરવીંદભાઇ મોતીભાઇએ રસો નાખી બચાવવાનો પ્રયાસ કર્યો. તે દરમ્યાન રીવરફ્ર્ન્ટ તરફથી રાખવામાં આવેલ બોટ તાત્કાલિક બોલાવી સહી સલામત નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આમ ત્રણેયનો જીવ બચાવી ઉત્તમ કામગીરી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
Embed widget