ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે હાર્દિક પટેલનું નામ લીઘા વિના તેના તરફ ઇશારો કરતાં આપ્યું આવું નિવેદન
જસદણ પાટીદાર સંમેલનમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કેટલાક સુચક અને મહત્વના નિવેદન આપ્યાં હતાં. તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાનું નામ લીધા વિના પાટીદાર યુવા શક્તિને એક સંદેશ આપ્યો હતો.
જસદણ પાટીદાર સંમેલનમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કેટલાક સુચક અને મહત્વના નિવેદન આપ્યાં હતાં. તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાનું નામ લીધા વિના યુવા શક્તિને એક સંદેશ આપ્યો હતો. તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાનું નામ લીધા વિના તેમને શું કરી ટકોર જાણીએ..
જસદણમાં પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ખોડધામના ટ્રસ્ટી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પાટીદાર સમાજના સંમેલનના મંચ પરથી તેમણે પ્રાસંગિક સંબોધન કરતા તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના સૂચક ઇશારો તેમના તરફ કરતા કેટલા મહત્વના નિવેદન આપ્યાં હતા અને પાટીદાર ચુવાનોને કેટલાક અનુરોધ કર્યાં હતા.
નરેશ પટેલે શું કહ્યું?
પાટીદાર સમાજના સંમેલનના મંચ પરથી તેમણે પ્રાસંગિક સંબોધન કરતા તેમણે કહ્યું કે, “ છેલ્લા પાંચ વર્ષમાં યુવાનોએ પોતાની શક્તિ શું છે, તે બતાવી દીધું છે. સરકારી નોકરીઓમાં પણ આપણા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને સ્થાન મળ્યું છે. પરંતુ જો તેમને યોગ્ય સ્થાન ન મળે તો તે સમાજનું કામ ન નહીં કરી શકે. તેમણે કહ્યું કે, એવી વ્યક્તિને ચૂંટજો જે ખુરશી પર બેસ્યા બાદ સમાજને ભૂલી ન જાય તેની નજર સમાજ પર રહે. હું કોની વાત કરૂં છું તે નામ લેવાની જરૂરી નથી આપ સમજી ગયા હશો” તેમણે વધુમાં કહ્યું કે, ‘ હમણા સ્વામીજી કહીને ગયા તેમ કમિશનર અને કલેક્ટર પાટીદાર સમાજના હોવા જોઇએ તો તેનો પાયો નાંખનાર પણ જસદણના જ પાટીદાર છે. હું તો કહીશ કે ક્લાર્ક થી કલેક્ટર પણ પાટીદાર હોવો જોઇએ અને હું તો કહીશ કે રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદાર જ હોવો જોઇએ” તેમણે વધુમાં કહ્યું કે, ‘પાટીદારો પર કરવામાં આવેલા કેસો પાછા ખેંચાયા નથી. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે તે સમય જ બતાવશે.
તો બીજી તરફ પાટીદાર સંમેલનમાં હુંકાર કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, "પાટીદારોમાં યુનિટી છે તેઓ ફાકો હોય તો કાઢી નાખતો. માત્ર ચોગાનમાં એકઠા થવું એ યુનિટી નથી. રાજકિય અને સામાજિક ક્ષેત્ર પણ યુનિટી બતાવવી જોઇએ"