માત્ર 1500 રૂ.માં 15 મિનીટમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપનારા 6 લોકોની ધરપકડ, ખ્યાતિ હૉસ્પિટલના વધુ એક કૌભાંડનો પર્દાફાશ
Ahmedabad News: PMJAYમાં પાત્રતા નથી તેવા લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવાયા હતા. આ આરોપીઓ ઇચ્છે તેના PMJAY કાર્ડ બનાવતા હતા. પાત્રતા ચકાસ્યા વિના કે દસ્તાવેજ વિના કાર્ડ બનાવી અપાતું હતું
Ahmedabad News: રાજ્યમાં ચકચારી મચાવનારા ખ્યાતિ હૉસ્પિટલ કાંડની તપાસ તેજ થઇ છે, હવે આ તપાસમાં વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડની તપાસ કરતી ક્રાઈમબ્રાંચે સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નકલી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાડ પકડ્યુ છે. માત્ર 1500 રૂપિયામાં 15 મિનીટમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપનારા 6 આરોપીઓને પકડી પાડ્યા છે. ખાસ વાત છે કે, કાર્તિક પટેલ, ચિરાગ પટેલે 8 શખ્સ સાથે મળી આ મોટુ કૌભાંડ આચર્યુ હતુ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સુરત અને ભાવનગરથી ધરપકડ કરી છે, હવે પોલીસ આગળ તપાસ કરી રહી છે કે, સરકારી પૉર્ટલ પરથી કાઢવામાં આવેલા આયુષ્યમાન કેટલા અસલી છે અને કેટલા નકલી છે.
PMJAYમાં પાત્રતા નથી તેવા લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવાયા હતા. આ આરોપીઓ ઇચ્છે તેના PMJAY કાર્ડ બનાવતા હતા. પાત્રતા ચકાસ્યા વિના કે દસ્તાવેજ વિના કાર્ડ બનાવી અપાતું હતું. પૈસા આપો અને કાર્ડ તૈયાર મળી જતા. આમ, આડેધડ PMJAY કાર્ડ બનાવવાના રેકેટમાં ખ્યાતિ હૉસ્પિટલની સંડોવાણી સામે આવી છે. હાલ આ મામલે છ લોકોની અટકાયત કરાઈ છે. અમદાવાદ સાથે ગુજરાત અને દેશભરમાં આ કૌભાંડ થતી હોવાની આશંકા છે. ચિરાગ રાજપૂતની પૂછપરછ મોટો ઘડાકો થયો છે કે, નિમેશ કરીને એક વ્યક્તિ 1500 માં રૂપિયામાં માત્ર 15 મિનિટમાં કાર્ડ બનાવી આપતો હતો.
કાર્તીક જશુભાઈ પટેલ (અમદાવાદ), ચિરાગ હરીસીંગ રાજપુત (અમદાવાદ), નિમેશ દિલીપભાઈ ડોડીયા (અમદાવાદ), મોહમદફઝલ શેખ (અમદાવાદ), મોહમદઅસ્પાક શેખ (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહીલ, ઇમ્તીયાજ (ભાવનગર), રાશીદ (બિહાર), ઈમરાન જાબીર હુસેન કારીગર (સુરત) અને નિખીલ પારેખ (અમદાવાદ)
1. કાર્તીક પટેલ ના કહેવાથી ચીરાગ રાજપુતે નીમેશ ડોડીયા પાસે કાર્ડ બનાવડાવતો હતો જે કાર્ડ ના ૧૫૦૦/-થી ૨૦૦૦/- લાભાર્થી પાસેથી વસુલવામાં અવતા હતા. જેમા નીમેશ ને રૂ.૧૦૦૦/- મળતા હતા.
2. આરોપી નિમેશ દિલીપભાઈ ડોડીયા દ્વારા આયુષમાન કાર્ડ બનવવાના અલગ અલગ પોર્ટ્સ વાપરતો હતો જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાત કરી અલગ અલગ લોકો ના સંપર્કમા આવેલ હતો. તેમજ જુદાજુદા વોસ્ટએપ તથા ટેલીગ્રામ ગ્રુપ મા જોડાયેલ હતો.
3. આ ગ્રુપ મારફતે તે મો.ફઝલ, મો.અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહીલ અને ઈમ્તીયાઝ નાઓ સાથે સંપર્કમા આવેલ હતો.
4. આ તમામ લોકો એ મળીને આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલ ની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડા કરી કાર્ડો બનાવેલ હતા.
5. નિમેશ ડોડીયા, નરેન્દ્રસિંહ ગોહીલ ને આયુષમાન કાર્ડ નુ E-KYC એર્પવ્ડ કરવામાટે Enser Communication Pvt. Ltd. કપંનીના નિખીલ પારેખ નાઓએ યુઝર આઈ.ડી. ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતુ જે પેટે તે માસીક ૮૦૦૦/- થી ૧૦૦૦૦/- લેતો હતો.
6. આયુષમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા એન્સર કપની ને આપવામા આવેલ છે. જેમા લેવલ-૧ સુધીની પ્રકીયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે.
7. આ કાર્ડ બનાવવાની ખાતરી કરવા સારૂ અત્રેથી તમામ પ્રોસીજરની વીડીયોગ્રાફી કરી બનાવટી કાર્ડ બનાવવામાં આવેલ છે.
આ પણ વાંચો