શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતનમાં શું આવ્યું પરિણામ ? જાણો
તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય થયો છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને માત્ર બે બેઠક મળી છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે. મત ગણતરી સમયે હાર્દિક પટેલનું વતન વિરમગામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતી હતી. વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકી.
હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે. વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું જ નથી. 36 માંથી 22 સીટ પર ભાજપે કબજો કર્યો છે. અપક્ષના 14 ઉમેદવાર વિજેતા બન્યા છે. તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય થયો છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને માત્ર બે બેઠક મળી છે.
આમ, કોંગ્રેસ માત્ર એક બેઠક પર જ ખાતું ખોલાવી શક્યા છે. વિરમગામ પંથકમાં આવતી જિલ્લા પંચાયત ત્રણ બેઠકો પર પણ ભાજપની જીત થઈ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પોતાના વિસ્તારમાં કોંગ્રેસને બચાવવવામાં નિષ્ફળ નીવડ્યા છે.
હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યું હતું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ ન હતા. અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement