શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં દારૂબંધી હટાવીને દારૂ પીવાની છૂટ આપવા માગણી કરતી અરજી અંગે હાઈકોર્ટે શું કર્યો આદેશ ?
ગુજરાતમાં પણ લોકોને દારૂ પીવાની છૂટ મળવી જોઈએ એવી માગણી સાથેની રિટમાં સોમવારે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે આ કેસ લાંબો ચાલે તેમ છે તેથી સરકારને જવાબ આપવા વધારે સમય આપવામાં આવે.
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી કોર્ટમાં થઈ છે. ગુજરાતમાં પણ લોકોને દારૂ પીવાની છૂટ મળવી જોઈએ એવી માગણી સાથેની રિટમાં સોમવારે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે આ કેસ લાંબો ચાલે તેમ છે તેથી સરકારને જવાબ આપવા વધારે સમય આપવામાં આવે. રાજ્ય સરકાર હાલમાં અન્ય મહત્વના કેસોની સુનાવણીમાં રોકાયેલી હોવાથી કોર્ટ તરફથી દસ-પંદર દિવસનો સમય આપવામાં આવે એવી સરકારે રજૂઆત કરી હતી. હાઈકોર્ટે આ રજૂઆત સ્વીકારીને કેસની સુનાવણી 1 માર્ચના રોજ રાખી છે.
આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એક સીનિયર એડવોકેટે હળવાશપૂર્ણ રજૂઆત કરતાં કહ્યું હતું કે, નામદાર હાઈકોર્ટ પોતાની બપોર બગાડીને અમારી રજૂઆત સાંભળે તો અમારી સાંજ સુધરી શકે તેમ છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવી સામાન્ય લોકો માટે દારૂ પીવાની મંજૂરી આપવાની આ મેટર તાત્કાલિક સાંભળવા અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી.
આ રજૂઆત અંગે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે આ કેસ લાંબો ચાલસે અને સરકાર પણ અન્ય મહત્વના કેસોની સુનાવણીમાં રોકાયેલી હોવાથી કોર્ટ તરફથી દસ-પંદર દિવસનો સમય આપવામાં આવે. હાઈકોર્ટે કેસની સુનાવણી 1 માર્ચના રોજ નિયત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion